Christmas and 31st Party માં દેખાશે ફિલ્મી ટ્રેન્ડ, જેવા મળશે ટ્રેન્ડી માસ્ક
Christmas and 31st Party : હાલ અમદાવાદના સિંધુભવન, એસજી હાઈવે, એસ.પી.રિંગરોડ તેમજ ગાંધીનગરના હાઈવે ટચના મોટાભાગના પાર્ટી પ્લોટ ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટ પાર્ટી માટે એડવાન્સ બુકિંગ થઈ ચુક્યા છે. આ વર્ષની ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટ પાર્ટીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, જેમાં આ વર્ષે માસ્ક, નિયોન એટલેકે રેડિયમ, બોલિવૂડ-હોલિવૂડ, બ્લેક એન્ડ રેડ જેવી થીમ પાર્ટી જોવા મળી શકે છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોનાને કારણે છેલ્લાં બે વર્ષમાં લોકોને ઘરથી બહાર નીકળવા મળ્યું નથી એમ કહીએ તો પણ ચાલે. લોકોના જીવનમાંથી મોજ-મસ્તી જાણે અલિપ્ત થઈ ગઈ હોય તેવા ઘાટ ઘડાયા હતાં. હવે જ્યારે ભારતમાંથી કોરોનાનો કહેર ઓછો થઈ ગયો છે ત્યારે ફરી એકવાર લોકો પાર્ટી ઈન્જોય કરવાની તૈયારીઓ કરી રહ્યાં છે. ખાસ કરીને ક્રિસમસ અને થર્ટી ફસ્ટ અને ન્યૂ ઈયર પાર્ટી માટે લોકોએ અત્યારથી તૈયારીઓ કરવાનું શરૂ કરી દીધું છે. દેશ અને દુનિયાભરમાં જ્યારે ન્યૂ ઈયર પાર્ટીનું આયોજન થતું હોય તો પછી આપણું અમદાવાદ તેમાંથી કઈ રીતે બાકાત રહી શકે. અમદાવાદીઓએ પણ પાર્ટીની તૈયારીઓ કરી લીધી છે. આ વખતની ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટ પાર્ટીમાં ફિલ્મી ટ્રેન્ડ જોવા મળશે.
ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટની પાર્ટીને લઇને શહેરના લોકો પાર્ટીપ્લોટ, ક્લબ કે ઓપન એરમાં અવનવી થીમવાળી પાર્ટીમાં જોડાઇને તેનું સેલિબ્રેશન કરતા હોય છે. ડિસેમ્બર મહિનાને લોકો પાર્ટી મંથ તરીકે ઓળખે છે. યંગસ્ટર્સ નવા વર્ષને અલગ અંદાજમાં પાર્ટી કરીને આવકારતા હોય છે. અમદાવાદના લોકોમાં ફૂડ અને પાર્ટીનો જબરજસ્ત ક્રેઝ જોવા મળે છે. ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટની પાર્ટીને લઇને શહેરના લોકો પાર્ટીપ્લોટ, ક્લબ કે ઓપન એરમાં અવનવી થીમવાળી પાર્ટીમાં જોડાઇને તેનું સેલિબ્રેશન કરતા હોય છે.
આ વર્ષની ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટ પાર્ટીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, જેમાં આ વર્ષે માસ્ક, નિયોન એટલેકે રેડિયમ, બોલિવૂડ-હોલિવૂડ, બ્લેક એન્ડ રેડ જેવી થીમ પાર્ટી જોવા મળી શકે છે. શહેરમાં સિંધુભવન અને એસ.પી. રિંગરોડ પરના પાર્ટી પ્લોટ ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટ પાર્ટી કરવા માટે હોટ ફેવરિટ જોવા મળી રહ્યા છે.
DG PARTY:
આ વર્ષે કોઈપણ રોકટોક વગર પાર્ટી કરવાની છૂટ મળી છે ત્યારે કોમશયલ પાર્ટી અને પ્રાઇવેટ પાર્ટીઓનું આયોજન વધુ જોવા મળે છે. ડી.જે. માં પણ લોકો અને ઓર્ગેનાઇઝર પણ નવા ટ્રેન્ડમાં આવવા લાગ્યા છે, જેમાં તેઓ ડી.જે.ની સાથે પરક્શન પ્લેયર પણ રાખે છે જેથી પાર્ટીમાં આવેલા લોકોને ગલ પાર્ટી સાથે કોન્સર્ટ પાર્ટીની ફીલ આવે છે. ડી.જે.માં પ્રી -રેકોર્ડ ગીત સાથે ડાર્બુકે, ડીજેમ્બે, ડ્રમ, કોંગો, ટિમ્બલી, વૉટર-ડ્રમિંગ, બોંગો જેવા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે પાર્ટી કરવામાં આવે છે એટલે પાર્ટીને કોન્સર્ટ ફીલ સાથે એન્જોય કરે છે.
BOLLYWOOD-HOLLYWOOD PARTY:
આ પાર્ટી કોમશયલ તરીકે ઉજવવામાં આવે છે. આ બોલિવૂડ - હોલિવૂડ પાર્ટીમાં ફિલ્મો પરથી પાર્ટીની થીમ રાખવામાં આવે છે અને ડેકોરેશન કરવામાં આવે છે જેથી તે ફિલ્મના કેરેક્ટર પ્રમાણે બધા લોકો પહેરવેશ કરીને આવે છે. આ પાર્ટી યંગેસ્ટ જનરેશનમાં ખૂબ જાણીતી છે.
MASK PARTY:
માસ્ક પાર્ટીમાં હમણાં થોડા વર્ષથી ટ્રેન્ડમાં જોવા મળે છે, અહીં લોકોને ફરજિયાત માસ્કમાં પાર્ટીમાં એન્ટ્રી લેવાની હોય છે. કોમર્શિયલ અને પ્રાઇવેટ પાર્ટી એમ બંને જગ્યાએ લોકો ઉજવણી કરતા હોય છે. વધુ પ્રમાણમાં આ પાર્ટીમાં યુવાનો જોવા મળે છે.
BLACK and RED PARTY:
આવી પાર્ટી કલર બેઝ કપડાં અને થીમ પ્રમાણે આયોજન કરવામાં આવે છે. આ પાર્ટીમાં ફરજિયાત થીમ પ્રમાણે આવવાનું છે જેથી થીમ પ્રમાણે પાર્ટીનો આનંદ લઇ શકાય. ક્રિસમસ અને નાઈટ થીમને સેન્ટરમાં રાખીને ડેકોરેશન પણ એવું જ જોવા મળે છે.
REDIUM PARTY:
રેડિયમ(નિયોન)પાર્ટીમાં આવનાર લોકો કપડાં પર અને રેડિયમની એસેસરીઝ પહેરીને પાર્ટીને એન્જોય કરવા આવે છે. આ પાર્ટી મોટેભાગે ડિસ્કો થેકમાં આયોજન થતું હોય છે. રેડિયમ પાર્ટીની ફીલ આવે અને પાર્ટીનો આનંદ લઈ શકે છે. આ પાર્ટી મોટાભાગે બીચ પર વધુ થતી જોવા મળે છે.