કેસરી ફિલ્મ પર થઈ કોન્ટ્રોવર્સી! મમતા બેનરજીએ કરી નિંદા, મેકર્સ પર FIR નોંધાઈ...

હમણાં થોડા સમય પહેલાં થીએટર્સમાં કેસરી ચેપ્ટર 2 ફિલ્મ રિલીઝ થઈ હતી. જેમાં અક્ષય કુમાર, અનન્યા પાંડે, માધવન જેવા મોટા ચહેરાઓ જોવા મળ્યા હતાં. તાજેતરમાં કોલકત્તા નિવાસીએ આ ફિલ્મ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને મમતા બેનરજીએ પણ આ અંગે નિવેદન આપતા કહ્યુ કે ઈતિહાસની વાતો ખોટી માહિતીની ભેળસેળ કરીને રજૂ ન કરવી જોઈએ.

કેસરી ફિલ્મ પર થઈ કોન્ટ્રોવર્સી! મમતા બેનરજીએ કરી નિંદા, મેકર્સ પર FIR નોંધાઈ...

Kesari Film Controversy: તાજેતરમાં જિયો હોટસ્ટાર પર અક્ષય કુમાર અને અનન્યા પાંડે સ્ટાર્ડ કેસરી ચેપ્ટર 2 ફિલ્મ સ્ટ્રીમ થઈ છે. તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે, જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે પશ્ચિમ બંગાળના સ્વતંત્રતા સંગ્રામ સંબંધિત ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરી છે. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)નું કહેવું છે કે આ ફિલ્મમાં સ્વતંત્રતા સેનાનીઓના યોગદાનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યાં છે. જે તેનું અપમાન કર્યું જણાય છે.

કોલકત્તાના એક નિવાસીએ ફરિયાદ નોંધાવી
કોલકત્તાના નબાપલ્લી, સેક્ટર IVના નિવાસી રણજીત બિસ્વાસએ ફરિયાદ દાખલ કરી છે કે ફિલ્મમાં ષડયંત્રથી સંબંધિત એક કોર્ટ રુમના સીન દરમિયાન ક્રાંતિકારી ખુદીરામ બોઝ અને બરિંદ્ર કુમાર ઘોષને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. બિસ્વાસની ફરિયાદ મુજબ, ફિલ્મમાં તેમને અમૃતસરના ખુદીરામ સિંહ અને બીરેંદ્ર કુમારના રુપમાં દેખાડ્યાં છે.

બિસ્વાસે આગળ આરોપ લગાવતાં કહ્યું કે જે ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી હતી તેમને આવી ખોટી રીતે ફિલ્મમાં રજૂ કરવા યોગ્ય વાત નથી. આ પ્રકારની વાર્તાઓ ખોટી સૂચનાઓ પ્રસારિત કરે છે અને લડાઈ-ઝઘડાને પ્રોત્સાહિત કરે છે. પોલીસે ફરિયાદના આધાર પર ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની ધારા 352 (અપમાન કરવું) , 353 (1) (સી) (સાર્વજનિક શરારત) અને 353 (2) (ખોટું નિવેદન કે સૂચના પ્રસારિત કરવી) હેઠળ ફરિયાદ કરી છે.

મમતા બેનરજીએ પણ નારાજગી વ્યક્ત કરી
આ સમગ્ર બાબતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ નિર્માતાઓ પર આરોપ મૂકતા કહ્યું કે તેઓ બીજેપી સાથે મળીને સ્વતંત્ર સેનાનીઓનું અપમાન કરી રહ્યા છે. જોકે તેમણે કોઈ ફિલ્મનું નામ ન લેતા આ વાત કરી હતી. તેમણે કહ્યું કે, "સ્વતંત્રતા સેનાનીઓના નામની સાથે આ રીતે બદલાવ ન થવો જોઈએ. હું તેની નિંદા કરુ છું." 

બીજેપીએ રીએક્ટ કર્યુ
જ્યારે બીજી તરફ બીજેપીએ જવાબ આપતા કહ્યુ કે ઘણી ફીચર ફિલ્મમાં પાત્રોના નામમાં બદલાવ કરવામાં આવે છે, તેનો બીજેપી સાથે કોઈ જ સંબંધ નથી. આપણે સૌ જાણીએ જ છીએ કે ટીએમએસએ આપણા ક્રાંતિકારીઓને કેટલું સન્માન આપ્યું છે.

જલિયાંવાલા બાગ ઘટના પર ફિલ્મની વાર્તા
કેસરી ચેપ્ટર 2માં અક્ષય કુમારે લીડ રોલ ભજવ્યો છે. ફિલ્મમાં તેમની સાથે માધવન અને અનન્યા પાંડે પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ અમૃતસરના જલિયાંવાલા બાગ ઘટના પર આધારિત છે, જેના નિર્દેશક કરણ સિંહ ત્યાગી છે. આ ફિલ્મ 18 એપ્રિલ 2025ના થીએટર્સમાં રિલીઝ થઈ હતી અને બોક્સઓફિસ પર સારી કમાણી કરી હતી. હવે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ હોટસ્ટાર પર આવી ચૂકી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news