)
સલમાન ખાનની ફિલ્મ દબંગ વર્ષ 2010માં રિલીઝ થઈ હતી. જેનું દિગ્દર્શન અભિનવ કશ્યપે કર્યું હતું. તેઓ અનુરાગ કશ્યપના ભાઈ છે. રિલીઝ બાદ આ મૂવી બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. હવે અભિનવ કશ્યપે એકવાર ફરીથી સલમાન ખાન અને તેના પરિવાર સાથે થયેલા મતભેદો પર ખુલીને વાત કરી છે. દિગ્દર્શકનો આરોપ છે કે તેમણે દબંગ-2નું દિગ્દર્શન કરવાની ના પાડી હતી અને ત્યારબાદ તેમના વિરુદ્ધ ષડયંત્ર રચાયું અને કરિયર બરબાર કરવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
સ્ક્રીનને આપેલા એક ઈન્ટરવ્યુમાં અભિનવ કશ્યપે જણાવ્યું કે "સલમાન કાન કોઈ ચીજમાં સામેલ થતા નથી. તેમને અભિનયમાં કોઈ રસ નથી અને છેલ્લા 25 વર્ષથી નથી. આ તો બસ તેઓ ઉપકાર સમજીને શૂટિંગ પર આવે છે. તેમને ફક્ત સેલિબ્રિટી પાવરનો શોખ છે. પરંતુ અભિનયમાં કોઈ રસ નથી. તે એક ગુંડો છે."
લગાવ્યા ગંભીર આરોપ
અભિનવ કશ્યપે આરોપ લગાવ્યો કે "સલમાન ખાન બદ્તમીઝ અને બદલાની ભાવના ધરાવનાર વ્યક્તિ છે. તેમણે કહ્યું કે, તે (સલમાન ખાન) બોલીવુડમાં સ્ટાર સિસ્ટમના જનક છે. તે એક એવા ફિલ્મી પરિવારમાંથી આવે છે જે છેલ્લા 50 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં છે. તેઓ તે સિસ્ટમને આગળ વધારી રહ્યા છે. આ લોકો બદલાની ભાવનાથી કામ કરે છે. સમગ્ર સિસ્ટમને કંટ્રોલ કરે છે. જો તમે તેમની સાથે સહમત ન હોવ તો તેઓ તમને નિશાન બનાવે છે."
ડાયરેક્ટરે જણાવ્યું કે તેમના ભાઈ અનુરાગ કશ્યપે સલમાન ખાનની 2003માં આવેલી ફિલ્મ તેરે નામની સ્ક્રિપ્ટ લખી હતી. પરંતુ અંતે પ્રોડ્યુસર બોની કપુર સાથે ઘર્ષણ બાદ તેમણે તે પ્રોજેક્ટ છોડી દીધો. અભિનવ કશ્યપે કહ્યું કે, "તેરે નામમાં પણ (અનુરાગ કશ્યપ) પણ એ જ થયું હતું. તેઓ મને શું ગાઈડ કરતા કે પછી સલાહ આપતા? તેમણે મને દબંગ પહેલા જ કહી દીધુ હતું કે તુ સલમાન ખાન સાથે ફિલ્મ નહી બનાવે. તેમણે બસ ખુલીને વધુ કહ્યું નહીં. તેમને લાગતું હતું કે હું સરળતાથી પરેશાન થઈ જશે. તેઓ આ ગિધ્ધોને જાણે છે."
અનુરાગ કશ્યપે છોડી હતી ફિલ્મ
અભિનવ કશ્યપના જણાવ્યાં મુજબ અનુરાગ કશ્યપે તેરે નામ પ્રોજેક્ટ છોડી દીધો હતો. કારણ કે બોની કપૂરે તેમની સાથે ગેરવર્તણૂંક કરી હતી અને તેમને કહાનીનું ક્રેડિટ પણ આપ્યું નહતું. આ સ્થિતિ પાછળથી ખુદ અભિનવની સાથે ખાન કેમ્પનની સાથે તેમના વિવાદ દરમિયાન જોવા મળી. તેમણે કહ્યું કે, કોઈ પણ સારી ફિલ્મનો પાયો એક સારી સ્ક્રિપ્ટ હોય છે. તેમણે તેમને (અનુરાગને) પણ ક્રેડિટ આપી નહતી.
સલમાન ખાને ન આપ્યો જવાબ
જો કે આવું પહેલીવાર નથી બન્યું કે અભિનવ કશ્યપે આવા ગંભીર આરોપ લગાવ્યા હોય. તેઓ અગાઉ પણ ખુલીને અનેક વાતો કહી ચૂક્યા છે. પરંતુ સલમાન ખાને ક્યારેય પણ આ વિવાદ પર જાહેરમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી. અભિનેતા અત્યાર સુધીમાં પોતાના અને પોતાના પરિવાર વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપો પર ચૂપ છે. બીજી બાજુ દબંગ સલમાન ખાનની પોપ્યુલર ફ્રેન્ચાઈઝી બનેલી છે. દબંગ 2ને અરબાઝ ખાને ડાયરેક્ટ કરી હતી. જ્યારે દબંગ 3ના ડાયરેક્ટર પ્રભુ દેવા હતા.