દીપિકાના આ એક નિવેદનથી ઈમરાન હાશમીને લાગશે 440 વોલ્ટનો જબરદસ્ત ઝટકો!, જુઓ Video
બૉલિવૂડમાં સીરિયલ કિસરનો ખિતાબ ધરાવતા ઈમરાન હાશમીને મોટો ઝટકો લાગી શકે તેમ છે.
- નેહા ધૂપિયાના શો બીએફએફ વિથ વોગમાં જોવા મળશે દીપિકા પાદૂકોણ
- દીપિકાએ શોમાં રણવીરને ગણાવ્યો બેસ્ટ કિસર
- શોમાં નાની બહેન અનિષા પાદૂકોણ સાથે જોવા મળશે દીપિકા
Trending Photos
નવી દિલ્હી: બૉલિવૂડમાં સીરિયલ કિસરનો ખિતાબ ધરાવતા ઈમરાન હાશમીને મોટો ઝટકો લાગી શકે તેમ છે. કારણ કે હોટ અભિનેત્રી દીપિકાએ હવે આ ખિતાબ પોતાના કો-સ્ટાર અને કથિત બૉયફ્રેન્ડ રણવીર સિંહને આપી દીધો છે. દીપિકાએ રણવીરને બૉલિવૂડનો બેસ્ટ કિસર ગણાવ્યો છે. વાત જાણે એમ છે કે દીપિકા પાદૂકોણે આ વાત નેહા ધૂપિયાના શો 'વોગ બીએફએફ'માં જણાવી હતી. શોની હોસ્ટ નેહા ધૂપિયાએ દીપિકાને પૂછ્યું કે બૉલિવૂડમાં સૌથી સારો કિસર કોણ છે તો દીપિકાએ ખચકાયા વગર કહ્યું કે રણવીર સિંહ બૉલિવૂડનો બેસ્ટ કિસર છે. આ શોમાં દીપિકા સાથે તેની ખાસ ફ્રેન્ડ બનીને આવી હતી નાની બહેન અનિષા પાદૂકોણ.
અત્રે જણાવવાનું કે દીપિકા પાદૂકોણ ફિલ્મ રામલીલા અને બાજીરાવ મસ્તાનીમાં રણવીર સાથે જોવા મળી હતી. હાલ ફિલ્મ પદ્માવતમાં પણ બંને સાથે જોવા મળશે. જો કે ફિલ્મમાં આ જોડી સાથે નહીં પરંતુ વિરુદ્ધમાં હશે. આ શોમાં દીપિકાને જ્યારે ચર્ચિત સગાઈ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે ઉડાઉ જવાબ આપ્યો હતો. વચ્ચે એવા અહેવાલો હતાં કે દીપિકાએ પોતાના જન્મદિવસ પર બૉયફ્રેન્ડ રણવીર સિંહ સાથે શ્રીલંકામાં લગ્ન કર્યા છે. નેહાએ જ્યારે દીપિકાને પૂછ્યું કે તમે સગાઈ કરી લીધી તો દીપિકાએ કહ્યું કે 'ના, મેં સગાઈ કરી નથી'. જો કે ત્યારબાદ નેહાએ દીપિકાનો હાથ પકડીને હસતા હસતા કહ્યું કે 'મિત્રો તેની આંગળી પર નિશાન છે.'
"#RanveerSingh is the best kisser in the business," #DeepikaPadukone tells @NehaDhupia. Watch the next episode of @JeepIndia presents BFFs With @VOGUEIndia powered by @motorolaindia & beauty partner @MyNykaa on @colors_infinity this Saturday at 8pm! #CondeNastVideo pic.twitter.com/rqTignIAOg
— VOGUE India (@VOGUEIndia) January 24, 2018
અત્રે જણાવવાનું કે બીએફએફએસ વિથ વોગ શો પર બૉલિવૂડ સેલેબ્સ પોતાના બેસ્ટ ફ્રેન્ડ સાથે જોવા મળે છે. આ શો પર દીપિકા નાની બહેન અનિષા પાદૂકોણને લઈને આવી હતી. અનિષા પાદૂકોણ નેશનલ લેવલની ગોલ્ફર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે