દીપિકા પાદુકોણના કો સ્ટાર અને ખ્યાતનામ હોલિવુડ સ્ટાર પર 24 યુવતીઓએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો

ચાઇનીઝ - કેનેડિયન પોપ સ્ટાર ક્રિસ વુ પર 24 થી વધારે મહિલાઓ દ્વારા દુષ્કર્મનો રેપનો આરોપ લગાવ્યો છે. વૂની ધરપકડ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી છે. ચીનના કાયદા અનુસાર ક્રિસને 10 વર્ષ સુધીની સજા થઇ શકે તેવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. ક્રિસ વૂએ હોલિવુડ ફિલ્મ XXX રિટર્ન ઓફ ઝેન્ડર કેજ માં દીપિકા પાદુકોણ સાથે કામ કર્યું હતું. કિસની વિરુદ્ધ ઓનલાઇન ફરિયાદો થઇ હતી. જેના કારણે પોલીસે પગલા લીધા છે. વૂ વિરુદ્ધ 24 થી વધારે યુવતીઓઓએ ઓનલાઇન પ્લેટફોર્મ પર રેપનો આરોપ મુક્યો છે. હાલમાં પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. 

Updated By: Aug 2, 2021, 04:33 PM IST
દીપિકા પાદુકોણના કો સ્ટાર અને ખ્યાતનામ હોલિવુડ સ્ટાર પર 24 યુવતીઓએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો

બીજિંગ : ચાઇનીઝ - કેનેડિયન પોપ સ્ટાર ક્રિસ વુ પર 24 થી વધારે મહિલાઓ દ્વારા દુષ્કર્મનો રેપનો આરોપ લગાવ્યો છે. વૂની ધરપકડ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી છે. ચીનના કાયદા અનુસાર ક્રિસને 10 વર્ષ સુધીની સજા થઇ શકે તેવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. ક્રિસ વૂએ હોલિવુડ ફિલ્મ XXX રિટર્ન ઓફ ઝેન્ડર કેજ માં દીપિકા પાદુકોણ સાથે કામ કર્યું હતું. કિસની વિરુદ્ધ ઓનલાઇન ફરિયાદો થઇ હતી. જેના કારણે પોલીસે પગલા લીધા છે. વૂ વિરુદ્ધ 24 થી વધારે યુવતીઓઓએ ઓનલાઇન પ્લેટફોર્મ પર રેપનો આરોપ મુક્યો છે. હાલમાં પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. 

Friendship Day ના દિવસે સેલ્ફી લેવા જતા ત્રણ વિદ્યાર્થીઓ ડૂબ્યા, એકનું મોત નિપજતાં પરિવારમાં માતમ

ક્રિસ વૂ 30 વર્ષનો છે. ચીનના કાયદાઓને જાણતા નિષ્ણાંતોએ કહ્યું કે, ચીનના કાયદા એક્સપર્ટના મતે  જો ક્રિસ વૂ પરના આરોપ સાબિત થયા છે તો તેને 10 વર્ષ સુધીની સજા થઇ શકે છે. વૂ વિરુદ્ધ રેપનો પહેલો આરોપ જુલાઇ મહિનામાં મુકાયો હતો. 18 વર્ષીય ચીની યુવતીએ ઓનલાઇન પોસ્ટમાં કહ્યું કે, ક્રિસે દારૂના નશામાં તેના પર રેપ કર્યો હતો. સૌથી મહત્વની બાબત છે કે, જો ક્રિસ દોષિત જાહેર થશે તો તેણે ચીનમાં 10 વર્ષની સજા પુરી કરવી પડશે. ત્યાર બાદ તેને કેનેડા જવાની પરમીશન મળશે. 

સુરતમાં યુવકે બીજા માળે ચડી મચાવી ભારે ધમાલ, કહ્યું- પગે પડે તો જ શાંત થાઉં, દુનિયાને ભષ્મ કરી નાખીશ

ચીનની બીજિંગના આઓયાંગ જિલ્લામાં 31 જુલાઇનીમોડી રાત્રે પોલીસે જણાવ્યું કે, ક્રિસ વૂ પર યુવતીઓને ફસાવીને તેની સાથે સેક્સ કરવાનો આરોપ છે. તેની વિરુદ્ધ ઓનલાઇન આરોપો મુકાયા છે અને તપાસ ચાલી રહી છે. યુવતીઓએ આરોપ લગાવ્યો કે, સિંગરે તેના જેવી અનેક યુવતીઓને સેક્સ માટે ફસાવી હતી. પીડિત યુવતીએ કહ્યું કે તે સમયે તેની ઉંમર 17 વર્ષની હતી. ક્રિસે તેને દારૂ પીવડાવીને શારીરિક સંબંધો બાંધ્યા હતા. ક્રિસે મને મ્યૂઝિક વીડિયોના કાસ્ટિંગ માટે તેને ઘરે બોલાવી હતી. તે પહોંચી તો ઘરમાં પાર્ટી ચાલી રહી હતી. ત્યાં તેને પરાણે દારૂ પીવડાવાયું હતું. જ્યારે બીજા દિવસે ઉઠી ત્યારે ક્રિસના બેડમાં હતી. 

કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષના પદને લઈ વિવાદ, નવ નિયુક્ત અધ્યક્ષે કહ્યું- બાવળીયાએ સમાજને તોડવાનું કામ કર્યું

આ યુવતીનો આરોપ હતો કે અન્ય 7 યુવતીઓ પણ કહ્યું કે, સાત અન્ય યુવતીઓએ પણ ક્રિસ વુ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ જ પ્રકારે તેમની પર પણ બળાત્કાર થયાનું સામે આવ્યું હતું. જો કે તે પૈકી ઘણી યુવતીઓ સગીર છે. અત્યાર સુધી 24 યુવતીઓએ ક્રિસ વુ પર રેપ જેવા ગંભીર આરોપ લગાવ્યા છે. જો કે ક્રિસે આ તમામ આરોપોનું ખંડન કર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube