મુંબઇ: માનસિક રૂપથી પરેશાન એક યુવતી બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે લગ્ન કરવાની ઇચ્છા માટે મુંબઇ પહોંચી ગઇ. જોકે પોલીસે ઉત્તરાખાંડની રહેવાસી યુવતિને તેના પરિવારને હવાલે કરી દીધી. પોલીસે એક અધિકારીને બુધવારે જણાવ્યું કે 24 વર્ષીય એક યુવતિ 11 ઓગસ્ટના રોજ પોતાના ઘરેથી નિકળી હતી. મુંબઇ પહોંચ્યા બાદ તે બાંદ્વા સ્થિત ગેલેક્સી એપાર્ટમેંટ પહોંચી. સલમાન આ એપાર્ટમેંટમાં રહે છે. જોકે સુરક્ષાગાર્ડોએ તેને અંદર જવા ન દીધી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પછી કેટલાક લોકોએ તેને ઇસ્ટર્ન ફ્રીવેના એક પુલના પાસે કારણ વિના ફરતી જોઇ અને પોલીસને માહિતગાર કરી. સબ ઇંસ્પેક્ટર નારાયણ તારકુંડેએ જણાવ્યું કે સેવરી પોલીસએ તેની ધરપકડ કરી લીધી અને ડોક્ટર પાસે તપાસ કરાવી. પછી યુવતીને તેના પરિવારના હવાલે કરી દેવામાં આવી.


આ પહેલાં જોધપુરની એક સત્ર કોર્ટે બુધવારે કહ્યું કે અભિનેતા સલમાન ખાનને વિદેશ યાત્રા માટે દર વખતે કોર્ટની પરવાનગી લેવાની જરૂર નહી પડે. કોર્ટે સલમાન દ્વારા આ સંબંધમાં કરવામાં આવેલો અનુરોધ સ્વિકાર કરી લીધો છે.


સત્ર કોર્ટે કાળિયાર શિકાર કેસમાં સલમાનને પાંચ વર્ષની સજા વિરૂદ્ધ અપીલ કરી છે. અભિનેતાના વકીલ હસ્તીમલ સારસ્વતે કહ્યું 'અમે વિદેશ યાત્રા પર જવા વખતે દર વખતે કોર્ટ પાસેથી પરવાનગી લેવા બાબતે સલમાન ખાને સ્થાયી છૂટની માંગવાળી અરજી દાખલ કરી હતી. 


કોર્ટે અનુરોધ સ્વિકાર કરી લીધો. જોકે સલમાન ખાનને આ પ્રકારની કોઇપણ યાત્રા પહેલાં કોર્ટને યાત્રા વિશે પુરી જાણકારી પુરી પાડવી પડશે.