VIDEO:દિવ્યાંકાએ એવો લીધો બદલો કે પતિ વિવેકે બાથરૂમ ભેગા થવું પડ્યું

'યે હે મોહબ્બતે'ની ઈશિતા એટલે કે દિવ્યાંકા ત્રિપાઠી સોશિયલ મીડિયા પર જે પણ શેર કરે છે તે ધડાધડ વાઈરલ થઈ જાય છે.

Updated By: Apr 24, 2018, 08:27 AM IST
VIDEO:દિવ્યાંકાએ એવો લીધો બદલો કે પતિ વિવેકે બાથરૂમ ભેગા થવું પડ્યું

નવી દિલ્હી: 'યે હે મોહબ્બતે'ની ઈશિતા એટલે કે દિવ્યાંકા ત્રિપાઠી સોશિયલ મીડિયા પર જે પણ શેર કરે છે તે ધડાધડ વાઈરલ થઈ જાય છે. હાલમાં જ દિવ્યાંકએ પતિ વિવેક દહિયા સાથે એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો જેને લોકો  ખુબ પસંદ કરી રહ્યાં છે. આ રસપ્રદ વીડિયોમાં ખાસ વાત એ છે કે દિવ્યાંકા અને વિવેક પોતાના બેડ પર બેઠા છે અને વિવેક પોતાના ફોનમાં વ્યસ્ત છે.

વિવેક ફોનમાં એટલો તે વ્યસ્ત છે કે તે દિવ્યાંકા પર ધ્યાન પણ આપતો નથી. વિવેકનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે દિવ્યાંકા ફ્રેન્ચ ફ્રાઈઝ ખવડાવતા ખવડાવતા વિવેકને મરચા ખવડાવી દે છે. અને ત્યારબાદ તેની જે હાલત થાય છે તે જોઈને તમે હસી હસીને બેવડા વળશો.

આ વીડિયો સોશિયલ મીડિયા પર 8 લાખથી વધુ વાર જોવાયો છે. દિવ્યાંકાએ આ વીડિયો જો કે વિવેક સાથે બદલો લેવા માટે નહીં પરંતુ એક એપને પ્રમોટ કરવા માટે કર્યો છે. આ વીડિયો દ્વારા આ જોડી કપલ્સને પણ ચેલેન્જ કરી રહી છે. દિવ્યાંકા ત્રિપાઠી ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતુ નામ છે. સીરિયલ 'બનુ મેં તેરી દુલ્હન'થી તેણે ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી હતી. હાલ તે 'યે હે મોહબ્બતે'માં જોવા મળે છે.

2016માં તેણે અભિનેતા વિવેક દહિયા સાથે લગ્ન કર્યા અને આ હેપ્પી કપલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ પણ રહે છે. બંનેના સારા ફેન ફોલોઈંગ પણ છે.