બોલિવુડના આ દિગ્ગજ અભિનેતાને નથી ગમતું મુંબઈ? ગામડેથી એક્ટિંગ કરવા આવે અને પાછા ગામડે જતા રહે

બોલીવુડના આ અભિનેતા એક્ટિંગ કરવા માટે ગામડેથી મુંબઈ આવે છે અને ત્યારબાદ પાછા કામ પતાવીને પોતાના ગામડે જતા રહે છે. જાણો આ અભિનેતા વિશે અને તેમની ગામડાની લાઈફ વિશે. 

બોલિવુડના આ દિગ્ગજ અભિનેતાને નથી ગમતું મુંબઈ? ગામડેથી એક્ટિંગ કરવા આવે અને પાછા ગામડે જતા રહે

બોલીવુડમાં નાના પાટેકરને કોણ નથી ઓળખતું? નાના પાટેકર હવે ફિલ્મ વનવાસમાં જોવા મળશે જેમાં તેમની સાથે ઉત્કર્ષ શર્મા, સિમરત કૌર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના દિગ્દર્શક અનિલ શર્મા છે. નાના પાટેકર કેબીસીના શુક્રવારના એપિસોડમાં જોવા મળશે. એપિસોડનું મુખ્ય આકર્ષણ નાના પાટેકરનું હોટ સીટ પર બેસવું હશે. જે પોતાની આકર્ષક કહાનીઓ અને જ્ઞાનથી દર્શકોને મંત્રમુગ્ધ કરે છે અને અમિતાભ બચ્ચન સાથે પોતાની લાજવાબ સફરના કિસ્સા અને બોન્ડ શેર કરે છે. 

એક ખુશનુમા અને પ્રેરણાદાયક વાતચીત દરમિયાન...નાના જો કે હવે પોતાના ગામ રહે છે તેમને અમિતાભ બચ્ચને પૂછ્યુ કે તેમને એવો અહેસાસ ક્યારે થયો કે તેમણે પોતાના ગામ રહેવું જોઈએ. ત્યારે નાનાએ જવાબ આપ્યો કે "હું ઈન્ડસ્ટ્રીમાંથી નથી. હું એક ગામડામાંથી આવું છું અને અહીં કામ કરીને પાછો જતો રહું છું. હું ગામ ખેડાનો છું અને ત્યાંનો રહીશ. ત્યાં સારું લાગે છે." નાના દર્શકોને આગળ જણાવે છે કે "હમણા હું જ્યારે સેટ પર રૂમમાં ગયો તો મે મિસ્ટર બચ્ચનને પૂછ્યું, તમે આટલું કામ કેમ કરો છો? એક અઠવાડિયા માટે ગામડામાં રહો. કમાલની શાંતિ છે ત્યાં. તેમણે મને જણાવ્યું કે તેઓ દિવસમાં 12 કલાક કામ કરે છે, અને હું આ માટે  તેમની આગળ નતમસ્તક છું." 

તેમની વાત સાંભળીને, પ્રભાવિત થયેલા બચ્ચને સ્વીકાર્યું કે તે વાતાવરણમાં જઈને રહેવાનું એટલું મન કરે છે. હવે હું સમજી શકું છું કે તમે પાછા કેમ ગયા. અમિતાભ બચ્ચને ફરીથી નાના પાટેકરને પૂછ્યું કે તેમના ગામમાં એક દિવસ કેવો હોય છે તો નાના પાટેકરે જવાબ આપ્યો કે "હું સવારે ઉઠું છું, મે ત્યાં મારું જીમ બનાવ્યું છે. મારી પાસે બે ગાય અને એક બળદ છે. બીજી કોઈ ચીજની જરૂર નથી. હું મારું બધુ કામ મારી જાતે કરું છું. નાસ્તો, લંચ બધુ ભોજન હું પોતે બનાવું છું. અસલમાં હું એક ખુબ સારો કૂક છું. મે એકવાર વિચાર્યું હતું કે જો મારી ફિલ્મ કરિયર ન ચાલી તો હું એક નાનકડી હોટલ ખોલી લઈશ. પરંતુ મે જેટલું વિચાર્યું હતું, જિંદગીએ તેના કરતા વધુ આપ્યું અમિતજી.  મારી જરૂરિયાતો સરળ બની ગઈ છે. સાંજે મારી પાસે પુસ્તકો હોય છે. કેટલાક મે વાંચ્યા છે, કેટલાક નહીં. મારા ચાર-પાંચ કબાટ પુસ્તકોથી ભરેલા છે. શહેરમાં આપણી પાસે દીવાલો છે, મારા ગામમાં ચારેબાજુ પહાડો છે, અને હું આ બધાની બરાબર વચ્ચે રહું છું. જીવન એટલું સરળ છે. કોઈ એલાર્મ ઘડિયાળ નથી. સવારે પક્ષીઓ મને જગાડે છે, અને મોર પણ મારી પાસે આવે છે."

ત્યારબાદ બચ્ચન કહે છે કે "તમે સાચે મને મંત્રમુગ્ધ કરી દીધો. હું તમને મળવા માટે જરૂર આવીશ". નાના પાટેકરે જવાબ આપ્યો કે "ચોક્કસ આવો. હું હંમેશા મારા મિત્રોને કહું છું કે આ ઘર ફક્ત મારું નથી પરંતુ તમારું પણ છે. અહીં ઘર જેવું લાગે છે. આથી આવો અને રહો." નામ ફાઉન્ડેશન માટે કેબીસી રમતા નાનાનું લક્ષ્ય ખેડૂતોની આત્મહત્યાને રોકવા માટે જાગૃતતા ફેલાવવાનું અને ફંડ ભેગુ કરવાનું છે અને આ ઉદ્દેશ્ય તેમના મનની ખુબ નજીક છે. આ શુક્રવારે કેબીસી 16નો આ સ્પેશિયલ એપિસોડ રાતે 9 વાગે જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news