Sushant Singh Rajputના બિઝનેસ પાર્ટનર વરૂણ માથુરની થશે પૂછપરછ, EDએ મોકલ્યું સમન
ઈડીએ અત્યાર સુધી સુશાંતની પ્રેમિકા રિયા, તેના ભાઈ શોવિક, પિતા ઇંદ્રજીત, સુશાંતની પૂર્વ મેનેજર શ્રુતી મોદી, તેના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાની અને અન્યના નિવેદન નોંધ્યા છે.
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના બિઝનેસ પાર્ટનર વરૂણ માથુર (Sushant Singh Rajput)ને મની લોન્ડ્રિંગના મામલાની તપાસ માટે સમન મોકલ્યું છે. ઈડીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે, એજન્સીએ ઇંસાઈ વેન્ચર્સના ડાયરેક્ટર વરૂમ માથુરને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ કંપનીને સુશાંતે એપ્રિલ 2018મા તેની સાથે લોન્ચ કરી હતી.
આ સવાલ કરવામાં આવશે
સૂત્રો અનુસાર એજન્સી તે જાણવા ઈચ્છે છે કે સુશાંતે ફર્મમાં કઈ રીતે રોકાણ કર્યું હતું. નાણાકીય તપાસ એજન્સી તે પણ જાણવા ઈચ્છે છે કે ફર્મ ક્યા પ્રકારનો બિઝનેસ કરી રહી છે અને શું માત્ર સુશાંત જ માથુર અને સૌરભ મિશ્રાની સાથે તેના ડાયરેક્ટર હતા.
આ લોકોના નિવેદન લેવાયા
ઈડીએ અત્યાર સુધી સુશાંતની પ્રેમિકા રિયા, તેના ભાઈ શોવિક, પિતા ઇંદ્રજીત, સુશાંતની પૂર્વ મેનેજર શ્રુતી મોદી, તેના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાની અને અન્યના નિવેદન નોંધ્યા છે.
કંગના રનોતે કરણ જોહર પર લગાવ્યો ગંભીર આરોપ, ટ્વીટ કરી PM મોદીને કરી ફરિયાદ
15 કરોડ રૂપિયાનો છે મામલો
ઈડીએ 31 જુલાઈએ સુશાંતના પિતા દ્વારા પટનામાં કરવામાં આવેલી ફરિયાદના આધાર પર કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમના પુત્રના કોટક મહિન્દ્રા બેન્કના ખાતામાંથી 15 કરોડ રૂપિયા કાઢવામાં આવ્યા કે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube