પ્રિયંકાના લગ્નપ્રસંગની તસવીરો જાહેર, જોઈને પડી જશે જલસો એની ગેરંટી

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે જોધપુરના ઉમેદ ભવન ખાતે ભવ્ય લગ્ન કર્યા હતા

Updated: Dec 6, 2018, 02:01 PM IST
પ્રિયંકાના લગ્નપ્રસંગની તસવીરો જાહેર, જોઈને પડી જશે જલસો એની ગેરંટી

મુંબઈ : પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે જોધપુરના ઉમેદ ભવન ખાતે ભવ્ય લગ્ન કર્યા હતા. હવે આ લગ્નની તસવીરો સામે આવી છે. અત્યાર સુધી પ્રિયંકા અને નિકના ક્રિશ્ચિયન વેડિંગના ફોટોઝ જોયા હશે પરંતુ હિન્દુ વેડિંગના વધુ ફોટોઝ સામે આવ્યા નહોતા. જોકે ઈન્સ્ટાગ્રામ પર પ્રિયંકા-નિકના હિન્દુ વેડિંગના ફોટોઝ પણ વાયરલ થયા હતા. ભારતીય દુલ્હનના રૂપમાં પણ પ્રિયંકા ખૂબ સુંદર લાગી રહી હતી. લગ્ન વખતે પ્રિયંકાનો દુલ્હન લુક ડિઝાઇન સબ્યસાચીએ ડિઝાઇન કર્યો હતો. સબ્યસાચીએ પોતે ઇન્સ્ટાગ્રામ પર પ્રિયંકાની તસવીરો પોસ્ટ કરી છે. 

આ પ્રસંગે પ્રિયંકાએ ફ્રેન્ચ એમ્બ્રોઈડરીવાળો લાલ ડ્રેસ પહેર્યો હતો. તેની સાથે તેણે લાંબી પારદર્શક લાલચટ્ટક ચૂંદડી પહેરી હતી. તેમાં તે ખૂબ સુંદર લાગી રહી હતી. પ્રિયંકાનો આ લાલ ડ્રેસ અને જેની જ્વેલરી સબ્યસાચીએ ડિઝાઈન કર્યા હતા. નિકની પણ જ્વેલરી અને કપડા સબ્યસાચીએ જ ડિઝાઈન કર્યા હતા.

પ્રિયંકાનો ડ્રેસ હેન્ડ કટ ઓર્ગેન્ઝા ફ્લાવર્સમાંથી તૈયાર કરાયો હતો. તેમાં રેડ ક્રિસ્ટલ્સનું વર્ક હતુ. કલકત્તાના 110 જેટલા એમ્બ્રેઈડરી આર્ટિસ્ટ્સે 3720 કલાકની મહેનતથી આ ડ્રેસ બનાવ્યો હતો. જ્વેલરીની વાત કરીએ તો લગ્નમાં પ્રિયંકાએ મુઘલ જ્વેલરી, અનકટ ડાયમન્ડ, એમરાલ્ડ અને જાપાનીઝ મોતી પહેર્યા હતા. નિક જોનાસે સિલ્ક શેરવાની અને હેન્ડ એમ્બ્રોઈડરી વાળો ચિકન દુપટ્ટો અને ચંદેરી સાફો પહોર્યો હતો. તેણે સબ્યાચી હેરિટેજ જ્વેલરીમાંથી ડાયમન્ડ નેકલેસ પસંદ કર્યો હતો.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Priyanka Chopra @priyankachopra and her brothers in Sabyasachi. Jewellery Courtesy: Sabyasachi Heritage Jewelry @sabyasachijewelry Image Courtesy: @hellocanadamag Photography by @josevilla Shoes by Sabyasachi Accessories @sabyasachiaccessories Wardrobe @stylebyami Makeup: @mickeycontractor Hair: @hairbypriyanka Wedding Design: Abu Jani Sandeep Khosla @abujanisandeepkhosla Venue: Umaid Bhawan Palace @umaidbhawanpalace #Sabyasachi #PriyankaChopra #NickJonas #Nickyanka #BridesOfSabyasachi #GroomsOfSabyasachi #SabyasachiBride #SabyasachiGroom #DestinationWedding #SabyasachiJewelry #SabyasachiAccessories #TheWorldOfSabyasachi @bridesofsabyasachi @groomsofsabyasachi

A post shared by Sabyasachi Mukherjee (@sabyasachiofficial) on

મંગળવારે દિલ્હીની તાજ હોટેલમાં પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્નનું રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. નોંધનીય છે કે જોધપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા પછી દેસી ગર્લ પ્રિયંકા અને નિકે 4 ડિસેમ્બરે દિલ્હીની તાજ હોટેલમાં પરિવાર અને વીઆઇપી લોકો માટે રિસેપ્શન રાખ્યું હતું. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...