કેવી છે દેશભક્તિનો જબરદસ્ત ડોઝ ધરાવતી URI? જાણવા કરો ક્લિક

ભારત આંતરરાષ્ટ્રીય ફલક પર અગાઉ અનેક વાર કહી ચૂક્યુ છે કે અમારી નમ્રતાને નિર્બળતા ન સમજો પણ અવળચંડો પડોશી દેશ માનવા જ તૈયાર નથી

કેવી છે દેશભક્તિનો જબરદસ્ત ડોઝ ધરાવતી URI? જાણવા કરો ક્લિક

મુફદ્દલ કપાસી/ અમદાવાદ :

  • Film: URI
  • Rating: 7.5/10

શેરદિલ અંદાઝમાં 2019નો દમદાર આગાઝ એટલે વિકી કૌશલ અને આદિત્ય ધારની ઉરીઃ ધ સર્જીકલ સ્ટ્રાઇક!
વો નાસમજ હૈ, સમજાના જર'URI'* હૈ
હમને જો હાથ ડાલા તો કહા દ'URI'* હૈ

વાર કરતે નહીં હમ પહેલે, ન કોઇ મજબ'URI'* હૈ
હમ તરસ ખાતે હૈ, તો સમજ લો સબ'URI'* હૈ

ભારત આંતરરાષ્ટ્રીય ફલક પર અગાઉ અનેક વાર કહી ચૂક્યુ છે કે અમારી નમ્રતાને નિર્બળતા ન સમજો પણ અવળચંડો પડોશી દેશ માનવા જ તૈયાર નથી. સાવ સીધી સાદી અને સરળ ભાષાના આ બે શેર હકીકત દર્શાવે છે. આ અવળચંડાઇમાં ક્યારેક તેઓ લિટરલી 'હદ પાર' કરી દે ત્યારે દેશના કેટલાંક માથા ફરેલા જાંબાઝ કમાન્ડોને સોંપાય છે એક એવું મિશન જે પૂરું થવા પર તેની યાદ દુશ્મન દેશને સાત પેઢીઓ સુધી નહી ભૂલાય. વાર્તા તો સરસ છે પણ તેનું પરદા પર નિરૂપણ કેવી રીતે થયું છે ? શું છે મૂવીનું મોસ્ટ સરપ્રાઇઝિંગ એલિમેન્ટ ? અને કેમ ઉરી છે બોલિવૂડના ઇતિહાસની વન ઓફ ધ બેસ્ટ વૉર મૂવી ? આવો જોઇએ!

વૉર મૂવીઝ જોન્રામાં બે ખાસિયતો અનિવાર્ય છે. એક તો મૂવીની એક્શન સિકવન્સીસ ડેમ રિયાલિસ્ટીક લાગવી જોઇએ અને બીજું તેમાં થ્રીલ તમારી એડ્રાનાલિન ગ્રંથિઓને હચમચાવી મુકે તે સ્તરનું હોવું જોઇએ. આ બેમાં હુ એક ત્રીજો ઉમેરો કરું છું કે વૉર મૂવીઝમાં થર્ડ એલિમેન્ટ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે અને એ છે બેકગ્રાઉન્ડ સ્કોર ! હવે આ ત્રણેય બાબતોમાં ઉરી ક્યાં છે ? લેટ્સ સી વન બાય વન...

વૉર મૂવીઝમાં એક્શન એકદમ નેચરલની સાથે વધારે પડતી હેરોઇક ન હોવી જોઇએ. મતલબ લેસ હીરોગીરી, બી રિયાલિસ્ટીક! એક્શન ડિરેક્ટર સ્ટીફન રીક્ટર એ બેલેન્સ જાળવી શક્યાં છે. મૂવીની ઓપનિંગ સિકવન્સ જ એક્શનથી તરબોળ છે. એ પહેલાં જ દ્રશ્યમાં આર્મીની બસ પર જ્યારે અંધાધૂંધ ફાયરિંગ થાય છે તેનું ફિલ્માંકન જરા બારીકીથી જૂઓ એટલે તમે સમજી શકશો કે સ્ટીફન અહીં કેટલાં સટીક છે. બીજુ થ્રીલ, ડિરેક્ટર આદિત્ય ધારે પોતે જ સ્ક્રીન પ્લે લખેલો છે એટલે પ્રિ-ક્લાઇમેક્સ અને ક્લાઇમેક્સ બન્ને દ્રશ્યોમાં તેમણે થ્રીલ એલિમેન્ટ જબરદસ્ત ભર્યું છે અને એ જ સ્તરનું તેનું એક્ઝીક્યુશન પરદા પર કરી શક્યાં છે. ત્રીજુ મૂવીનો ટેમ્પો પહેલાં જ દ્રશ્યથી જામે છે એનું એક કારણ છે શાશ્વત સચદેવનો જબરદસ્ત બેકગ્રાઉન્ડ સ્કોર! આ બધાની સાથે કૂશળતા પૂર્વકની સિનેમેટોગ્રાફી અંધારાના દ્રશ્યોમાં પણ તમારી નજરથી કશું જ ઓજલ રાખતી નથી! નાઇટ વિઝન સિસ્ટમ સાથે ઓપરેશન ભલે કમાન્ડોઝ કરી રહ્યાં હોય પણ તમને પણ બધું જ નજરે પડે છે !

ઉરીના ગીત પણ માહોલને અનુરૂપ છે. અડચણરૂપ લાગે તેવું કોઇ ગીત નથી. એકાદ-બે દ્રશ્યોમાં તમને લાગશે કે આ દ્રશ્યોની કોઇ જરૂરત નહોતી પણ વાર્તાના અંત સુધીમાં તમે સમજી જશો કે એ શા માટે છે ? મતલબ બિનજરૂરી વાર્તાને ક્યાંય ખેંચવામાં પણ નથી આવી. સૌથી ઇન્ટરેસ્ટિંગ છે મૂવીનું કાસ્ટિંગ. એક તો લીડ રોલ માટે મેજર વિહાન શેરગીલના પાત્રમાં વિકી કૌશલ સુપર્બ છે. વિકીએ સંજુમાં જ પોતાની અસીમ અભિનય ક્ષમતાનો પરચો કરાવ્યો હતો હવે એ અહી એક એકશન સ્ટાર મટીરિયલ પણ છે એ સાબિત કરે છે. પણ એ સિવાય આપણે જેને ઓળખીએ છીએ એવા વડાપ્રધાન મોદી, અજીત ડોભાલ, મનોહર પર્રિકર, રાજનાથસિંહ, અરૂણ જેટલી આ બધાના પાત્રો માટે જબરદસ્ત એકટર્સ કાસ્ટ કરાયા છે. કાસ્ટીંગ ડિરેક્ટર વિકી સિદાનાને એ માટે થમ્બ્સ અપ! તો અજીત ડોભાલના પાત્રમાં 'સેલફોન તોડ' પરેશ રાવલ અબવ એવરેજ છે. 

ઓલમોસ્ટ અઢી કલાક જેટલી લાંબી હોવા છતાં મૂવી ક્યાંય બોરિંગ બનતી નથી. વિકી કૌશલ ઉપરાંત યામી ગૌતમ અને કિર્તી કુલ્હારી પણ ટૂંકા પાત્રો છતાં ઇમ્પ્રેસિવ છે. દેશનું માથું ઉંચુ કરતી સર્જીકલ સ્ટ્રાઇક જ વાર્તાનું કેન્દ્રબિંદુ હોવા છતાં મૂવીમાં ક્યાંય પરાણે દેશભક્તિ ઘૂસાડાઇ નથી. કોઇ વધારે પડતાં ભારે સંવાદો નથી. ઇમોશન પણ ખપ પૂરતું જ છે. શહીદોની તસવીરો કે એવાં જ દ્રશ્યો વધુ પડતા બતાવીને ભારેખમ બનાવવાનો પ્રયાસ નથી. વાર્તાની ગતિ એટલી જ છે જેટલી એક વૉરમૂવીની હોવી જોઇએ. કોઇ વધારે પડતી હીરોપંતી નહી છતાંય કેટલાંય દ્રશ્યોમાં તમારું લોહી નસોમાં ઝડપભેર દોડતું અનુભવી શકશો ! ડિરેક્ટર આદિત્ય ધારને આ બધા માટે શાબાશી. ઓવરઓલ એક મજબૂત વૉર મૂવી જોવાની ઇચ્છા હોય તો Dont miss this one !

* = જરૂરી, દૂરી, મજબૂરી, સબૂરી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news