4 વર્ષ પછી પ્રીતિ ઝિંટા સાથેની છેડતીના મામલામાં નેસ વાડિયા વિરૂદ્ધ ચાર્જશીટ

મુંબઈ પોલીસે આટલા લાંબા સમય પછી કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી છે

4 વર્ષ પછી પ્રીતિ ઝિંટા સાથેની છેડતીના મામલામાં નેસ વાડિયા વિરૂદ્ધ ચાર્જશીટ

નવી દિલ્હી : બોલિવૂડની પૂર્વ એક્ટ્રેસ પ્રીતિ ઝિંટા સાથે સાથે છેડતીનો મામલો ફરી એકવાર ચર્ચામાં છે. હકીકતમાં આ મામલામાં પોલીસે મંગળવારે નેસ વાડિયા વિરૂદ્ધ 200 પેજની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. જોકે નેસ વાડિયાને એ સમયે 20,000 રૂ.ના પર્સનલ બોન્ડ પર છોડી દેવામાં આવ્યો છે. પ્રીતિ ઝિંટા સાથે છેડતીની આ ઘટના ઇન્ડિયન પ્રીમિયર લિગ (આઇપીએલ)ની મેચ દરમિયાન 30 મે, 2014ના દિવસે વાનખેડેના સ્ટેડિયમમાં બની હતી.

મુંબઈ પોલીસે પ્રીતિ ઝિન્ટાની ફરિયાદને આધારે ઉદ્યોગપતિ નેસ વાડિયા વિરૂદ્ધ છેડછાડ અને ધમકીનો મામલો નોંધ્યાના લગભગ ચાર વર્ષ પછી એસ્પ્લેનેટ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી છે. એક ટોચના અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે ચાર્જશીટની કલમ 354 અંતર્ગત નેસ વાડિયા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સિવાય કલમ 506 અને 509 અંતર્ગત પણ મામલો નોંધવામાં આવ્યો છે. નોંધનીય છે કે એ સમયે બંને આઇપીએલ ટીમ કિંગ્સ XI પંજાબના માલિક હતા અને એક મેચ દરમિયાન નેસે સહમાલિક પ્રીતિ સાથે અપમાનજનક વર્તન કર્યું હતું જેની પ્રીતિએ ફરિયાદ કરી હતી. 

પ્રીતિ ઝિંટાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે મેચ દરમિયાન નેસ વાડિયાએ ટિકિટની વહેંચણીના મામલે ધમાલ મચાવી હતી કારણ કે પ્રીતિ ગરવારે પેવેલિયનમાં બેઠી હતી. આ કારણે પ્રીતિએ પોતાની સીટ બદલી નાખી હતી અને તે પોતાના મિત્ર પાસે જઈને બેસી ગઈ હતી. પ્રીતિએ પોતાની ફરિયાદમાં પ્રીતિએ જણાવ્યું હતું કે તેણે જ્યારે નેસથી દૂર જવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે જબરદસ્તીથી તેનો હાથ પકડી લીધો. પોતાની ફરિયાદ સાથે પ્રીતિએ પોલીસને ચાર તસવીર સોંપી હતી જેમાં તેના જમણા હાથમાં ઉઝરડા જેવા નિશાન દેખાતા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news