)
Gauhar Khan: બોલીવુડ અને ટીવી અભિનેત્રી ગૌહર ખાન તેની બીજી પ્રેગ્નેંસીને લઈને ચર્ચામાં હતી. હવે અભિનેત્રીના ઘરે બીજા બાળકનો જન્મ થઈ ગયો છે. ફેન્સ પણ જાણવા માટે આતુર હતા કે ગૌરહ ખાનને દીકરાને જન્મ આપ્યો છે કે દીકરીને. આ ઈંતેઝારનો અંત આવી ગયો છે. કારણ કે ગૌહર ખાન અને ઝૈદ દરબારે ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી બીજા બાળકના જન્મ અંગેની જાણકારી આપી છે.
આ પણ વાંચો:
ગૌહર ખાન અને ઝૈદ દરબારના ઘરે 1 સપ્ટેમ્બરના રોજ સંતાનનો જન્મ થયો છે. ગૌહર ખાને એક સ્વસ્થ દીકરાને જન્મ આપ્યો છે. બાળકના જન્મના બે દિવસ પછી કપલે ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે અને તેમાં જણાવ્યું છે કે, તેમના ઘરે 1 સપ્ટેમ્બરના ઘરે દીકરાનો જન્મ થયો છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે જેહાનનો નાનો ભાઈ આવ્યો છે. જેહાનને ભાઈ મળી ગયો છે. કપલની આ પોસ્ટ પર તેમને આશીર્વાદ અને પ્રેમ મળી રહ્યો છે.
આ પણ વાંચો:
ગૌહર ખાનની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. ફેન્સ અને કલાકારો તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. જો કે ગૌહર ખાને દીકરાનું નામ શું રાખ્યું છે તે નથી જણાવ્યું.
ઉલ્લેખનીય છે કે ગૌહર ખાન અને ઝૈદ દરબારે 2020 માં નિકાહ કર્યા હતા. નિકાહના 3 વર્ષ પછી વર્ષ 2023 માં દીકરા જેહાનને જન્મ આપ્યો હતો. અને વર્ષ 2025 માં કપલે 1 સપ્ટેમ્બરે બીજા દીકરાને વેલકમ કર્યું છે.