શાહરૂખ પાસે નથી કોઈ કામ? પત્ની ગૌરીએ આપી દીધી વણમાગી સલાહ

બોલિવૂડમાં કિગ ખાનના નામથી લોકપ્રિય શાહરૂખ ખાને (Shah Rukh Khan) લાંબા સમયથી કોઈ ફિલ્મ સાઇન નથી કરી અને આ મુદ્દો ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Updated By: Feb 29, 2020, 01:22 PM IST
શાહરૂખ પાસે નથી કોઈ કામ? પત્ની ગૌરીએ આપી દીધી વણમાગી સલાહ

નવી દિલ્હી : બોલિવૂડમાં કિગ ખાનના નામથી લોકપ્રિય શાહરૂખ ખાને (Shah Rukh Khan) લાંબા સમયથી કોઈ ફિલ્મ સાઇન નથી કરી અને આ મુદ્દો ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. થોડા સમય પહેલાં માહિતી મળી હતી કે શાહરૂખ હવે કરણ જોહરની આગામી ફિલ્મમાં જોવા મળશે. જોકે આ વાતની કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. આ સંજોગોમાં શાહરૂખની પત્ની ગૌરી ખાને (Gauri Khan) તેને એક નવું કામ કરવાની સલાહ આપી છે. 

શાહરૂખ (Shah Rukh Khan) હાલમાં પત્ની ગૌરી સાથે હાલમાં મુંબઈના એક ડિઝાઇનર સ્ટોરમાં ગોય હતો. આ સમયે ગૌરીએ પતિ શાહરૂખની ડિઝાઇનિંગ સ્કીલ વિશે વાત કરી હતી. આ સમયે ગૌરીએ શાહરૂખ વિશે કહ્યું છે કે શાહરૂખની ડિઝાઇનિંગ સેન્સ બહુ સારી છે. તે ઘરની ડિઝાઇનમાં ફેરબદલ કરવા માટે પણ ઘણીવાર સલાહ આપે છે. 

Shahrukh Khan Hrithik Roshan, Deepika Padukone, Madhuri Rekha attend birthday party of javed Akhtar

આ વાતચીત વખતે ગૌરીએ શાહરૂખની મજાક પણ ઉડાવી હતી. તેણે કહ્યું હતું કે હાલમાં શાહરૂખ કોઈ ફિલ્મ તો નથી કરી રહ્યો એટલે હું તેને ડિઝાઇનર તરીકે કરિયર પસંદ કરવાનો વિકલ્પ આપીશ. વક્રફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખે 2018માં આવેલી ઝીરો પછી તેણે કોઈ ફિલ્મ સાઇન નથી કરી. ઝીરો ફિલ્મમેકર આનંદ એલ. રાયની ફિલ્મ હતી અને એમાં હિરોઇન તરીકે કેટરિના કૈફ તેમજ અનુષ્કા શર્માએ કામ કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube