નવી દિલ્હી : સમગ્ર દેશમાં પદ્માવત મુદ્દે ચાલી રહેલા વિરોધ વચ્ચે સંજય લીલા ભંસાળીને બોલિવુડમાં ભલે અક્ષય કુમાર પાસેથી મોટી રાહત મળી હોય પરંતુ હજી પણ તેનાં માટે મુશ્કેલીઓ ઘટતી હોય તેવું નથી લાગી રહ્યું. સમાચાર છે કે સુપ્રીમ કોર્ટનાં ચુકાદા છતા ભંસાળીની બહુપ્રતીક્ષિત ફિલ્મ ગુજરાતમાં રિલીઝ નથી થઇ રહી. ગુજરાતનાં મલ્ટીપ્લેક્સ એસોસિએશને રાજ્યમાં પદ્માવતનું સ્ક્રીનિંગ નહી કરવાનો નિર્ણય લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોસિએશનનાં રાકેશ પટેલે જણાવ્યું કે, અમે ગુજરાતમાં ક્યારે પણ ફિલ્મનું સ્ક્રીનીંગ નહી કરવાનો નિર્ણય લીધો છે. દરેક વ્યક્તિ ડરેલો છે. મલ્ટીપ્લેક્સ નુકસાન નથી ઉઠાવવા માંગતા. આખરે અમે નુકસાન શા માટે ઉઠાવીએ. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહેલા જ ફિલ્મ પર પ્રતિબંધ લાદી દીધો હતો. રાજસ્થાન, હરિયાણા, અને મધ્યપ્રદેશ જેવા ત્રણ અન્ય રાજ્યોએ પણ પદ્માવતનાં સ્ક્રીનિંગ પર પ્રતિબંધ લાદ્યો હતો.


હાલમાં જ નિર્માતાઓની એક અરજી અંગે સુનવણી કરવા દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજ્યોનાં પ્રતિબંધને અસંવૈધાનિક લેખાવીને ફિલ્મને સમગ્ર દેશમાં રિલીઝ કરવા માટેની પરવાનગી આપી હતી. સુપ્રીમ કોર્ટનાં ચુકાદા બાદ સંભવિત રાજ્યોમાં ફિલ્મનાં સ્ક્રીનિંગની આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી. જો કે હવે સિનેમાઘર સંચાલકોએ આ પગલાને ભંસાળીની મુશ્કેલીઓ વધી શકે છે. શક્ય છે કે, વિરોધ અને હિંસાનાં ડરના કારણે બીજા રાજ્યો પણ પદ્માવત મુદ્દે આવો જ નિર્ણય લઇ શકે છે.