Bollywood: 44 વર્ષીય અભિનેત્રીને એનિવર્સરી પર પતિ આપ્યા ડિવોર્સ પેપર્સ, પહેલીવાર શેર કરી દુઃખ ભરી લાઈફ સ્ટોરી
Celina Jaitley Divorce: બોલીવુડ અભિનેત્રી સેલિના જેટલીએ ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી પોતાની દુ:ખ ભરી લાઈફ સ્ટોરી વિશે જણાવ્યું છે. તેણે જણાવ્યું કે તેના પતિએ એનીવર્સરી પર ગિફ્ટમાં ડિવોર્સ નોટિસ ફટકારી હતી. સાથે જ જણાવ્યું કે તેને ઓસ્ટ્રિયાથી બહાર નીકળવા પાડોશીઓની મદદ લેવી પડી હતી.
Trending Photos
)
Celina Jaitley Divorce: વર્ષ 2003 માં જાનશીન ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી સેલીના જેટલી છેલ્લા ઘણા સમયથી ફિલ્મી પડદાથી દૂર છે. પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી અભિનેત્રી લોકો સાથે કનેક્ટ રહી. જોકે સેલીના જેટલી હાલ તેની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને તેમાં જણાવ્યું છે કે તેના પતિએ 15 મી વેડિંગ એનિવર્સરીના ગિફ્ટમાં તેને ડિવોર્સ પેપર્સ આપ્યા. સાથે જ તેણે પોતાની સાથે થયેલા ખરાબ વર્તન બાળકોથી અલગ કરવું અને કાયદાકીય પ્રક્રિયા વિશે વાત કરી છે. સેલીના જેટલી એ જણાવ્યું કે 11 ઓક્ટોબર 2025 ના રોજ તેણે પાડોશીઓની મદદથી રાત્રે 1:00 વાગે દેશ છોડ્યો. તે શોષણ અને ખરાબ વ્યવહારથી છુટકારો મેળવવા માંગતી હતી તેથી તે મજબૂરીમાં ઘર છોડી ભારત આવી ગઈ.
સેલીના જેટલી એ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે તેના પતિએ તેને બાળકોથી દૂર કરી દીધી. સાથે જ તેને ડરાવતો હતો અને ધમકાવતો હતો. બાળકો પાસે પણ તેના વિરુદ્ધ વાતો કરાવવામાં આવી. આ ખરાબ વર્તનની શરૂઆત સપ્ટેમ્બર મહિનામાં થઈ. જ્યારે તેના પતિએ તેને ડિવોર્સ નોટિસ આપી. સેલીના જેટલી જણાવ્યું કે એનિવર્સરી ના દિવસે પતિ તેને કારમાં લઈ ગયો હતો અને કહ્યું હતું કે એનિવર્સરી નું ગિફ્ટ લેવા જઈ રહ્યા છીએ. ત્યાર પછી તેને ડિવોર્સ નોટિસ આપવામાં આવી.
સેલીના જેટલીના જણાવ્યા અનુસાર તેના લગ્ન જીવનમાં સમસ્યાઓ હતી તેથી તે શાંતિથી અને સારી રીતે સંબંધથી અલગ થવા માંગતી હતી જેથી બાળકોના ભવિષ્ય સાથે કોઈ સમજૂતી કરવી ન પડે પરંતુ તેમ છતાં તેની સામે ગરીમા છીનવાઈ તેવી શરતો રાખવામાં આવી. તેણે પોતાના બાળકોની દેખભાલ સારી રીતે કરી તેમ છતાં એક જ મિનિટમાં તેની દુનિયા તેનાથી છીનવી લેવામાં આવી.
મહત્વપૂર્ણ છે કે આજે જે સેલીના જેટલી પર્સનલ લાઈફની સમસ્યાના કારણે ચર્ચામાં છે તે વર્ષ 2001 માં ફેમીના મિસ ઇન્ડિયા બની ચૂકી છે. વર્ષ 2001માં તે મિસ યુનિવર્સ સ્પર્ધામાં ચોથી રનર અપ રહી હતી. ત્યાર પછી વર્ષ 2003 માં તેણે બોલીવુડમાં એન્ટ્રી કરી અને એક્ટર ફરદિન ખાન સાથે પહેલીવાર જોવા મળી. મિસ ઈન્ડિયા બન્યા પછી સેલીના જેટલીની લોકપ્રિયતા એટલી વધી કે તેને આધારે તેને ફિલ્મો ઓફર થવા લાગી.
સેલીના જેટલી એ વર્ષ 2003 માં ફિલ્મ ખેલ, જાનશીનમાં કામ કર્યું, ત્યાર પછી 2005 માં આવેલી કોમેડી ફિલ્મ નો એન્ટ્રીમાં પણ તે જોવા મળી. આ સિવાય તેણે અપના સપના મની મની, ગોલમાલ રિટર્ન, થેન્ક્યુ, વિલ યુ મેરી મી જેવી ફિલ્મમાં પણ કામ કર્યું છે.
સેલીના જેટલી એ વર્ષ 2011માં અભિનેત્રીએ ઓસ્ટ્રેલિયાએ બિઝનેસમેન અને હોટલ વ્યવસાય પીટર હાલ સાથે લગ્ન કર્યા. લગ્નના એક વર્ષ પછી તેને ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














