'ભલ્લાલ દેવ' સહિત આ 25 હસ્તીઓ મુશ્કેલીમાં મૂક્યા, ગેરકાયદે બેટિંગ એપ્સ મુદ્દે નોંધાઈ FIR

FIR Against Celebrities: તેલંગણા પોલીસે 25 હસ્તીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. આ સમગ્ર મામલો ગેરકાયદેસર બેટિંગ એપ્સને પ્રમોટ કરવાનો છે. 

'ભલ્લાલ દેવ' સહિત આ 25 હસ્તીઓ મુશ્કેલીમાં મૂક્યા, ગેરકાયદે બેટિંગ એપ્સ મુદ્દે નોંધાઈ FIR

 

'ભલ્લાલ દેવ' સહિત આ 25 હસ્તીઓ મુશ્કેલીમાં, ગેરકાયદે બેટિંગ એપ્સ મુદ્દે નોંધાઈ FIR

 

FIR Against Celebrity: ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. તેલંગણા પોલીસે 25 મોટા કલાકારો અને સોશિયલ મીડિયા હસ્તીઓ પર સકંજો કસ્યો છે. આ સમગ્ર મામલો ગેરકાયદે સટ્ટાબાજી અને જુગારવાળી એપ્સ સાથે જોડાયેલો છે. તેમના પર તેને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. આ સિતારાઓ વિરુદ્ધ એફઆઈઆર 32 વર્ષના બિઝનેસમેન પીએમ ફણિન્દ્ર શર્માની ફરિયાદના આધારે થઈ છે. આ સમાચારે હડકંપ મચાવી દીધો છે. 

25 સિતારાઓ ઝપેટમાં
જે સિતારાઓ વિરુદ્ધ આ મામલો નોંધાયો છે તેમાં રાણા દગ્ગુબાતી, પ્રકાશ રાજ, વિજય દેવરકોન્ડા, અને લક્ષ્મી માંચુ સહિત 25 સિતારાઓ છે. તેમના પર પ્રતિબંધિત બેટિંગ એપ્સનો પ્રચાર કરવાનો આરોપ છે. જે 1867ના સાર્વજનિક જુગાર  કાયદા વિરુદ્ધ છે. ફરિયાદકર્તાએ દાવો કર્યો છે કે 16 માર્ચના રોજ પોતાની કમ્યુનિટીના યુવાઓ સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે તેનાથી અનેક લોકો સોશિયલ મીડિયા પર પ્રમોટ થઈ રહેલી બેટિંગ એપ્સ પર પૈસા લગાવવા માટે પ્રભાવિત થયા હતા. 

આ સિતારા લે છે ભારે ભરખમ રકમ
આ સાથે જ ફણિન્દ્રએ આરોપ લગાવ્યો કે આ મોટી હસ્તિઓ આ બેટિંગ એપ્સને પ્રમોટ કરવા માટે ભારે ભરખમ રકમ લે છે. તેમના કારણે લોકો જુગારમાં પૈસા લગાવવા માટે આકર્ષાય છે. તેમણે જણાવ્યું કે તેઓ પણ આ બેટિંગ એપ્સમાંથી એકમાં પૈસાનું રોકાણ કરવાના હતા. પરંતુ ફાઈનાન્શિયલ જોખમોને કારણે તેમણે પોતાની જાતને રોકી. 

અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા પંજાગુટ્ટા પોલીસે કથિત રીતે 11 ફિલ્મી હસ્તીઓ વિરુદ્ધ અનેક કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. આ સિતારાઓમાં કિરણ ગૌડ, વિષ્ણુ પ્રિયા, શ્યામલા, ઈમરાન ખાન, રિતુ ચૌધરી, હર્ષ સાઈ, ટેસ્ટી તેજા અને બંડારૂ શેષયાની સુપ્રીયાના નામ સામેલ છે. આ કેસ આ તમામ વિરુદધ 318 (4) બીએનએસ, 3,3 (એ), 4 ટીએસજીએ અને 66 ડી આઈટીએ એક્ટ-2008 હેઠળ દાખલ કરાયો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news