VIDEO: અનુપ જલોટાની હોટ 'ગર્લફ્રેન્ડ' બનશે પારસ છાબડાની 'ઘરવાળી'

બિગ બોસ 13 બાદ પારસ છાબડા અને શહનાઝ ગિલનો નવો શો આવી ગયો છે. 'મુજસે શાદી કરોગે'. જેમાં પારસ અને શહેનાઝ પોતાના માટે પાર્ટનર શોધવા લાગ્યા છે. આ શોનો એક વીડિયો હાલ ખુબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં બિગ બોસ 12ની સ્પર્ધક જસલીન મથારુ એન્ટ્રી કરતી જોવા મળી રહી છે. શોમાં એન્ટ્રી કરતા જ તેણે પારસને ભરપૂર ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરી અને તેની સાથે ખુબ ડાન્સ પણ કર્યો. 

Updated By: Feb 18, 2020, 12:29 PM IST
VIDEO: અનુપ જલોટાની હોટ 'ગર્લફ્રેન્ડ' બનશે પારસ છાબડાની 'ઘરવાળી'

નવી દિલ્હી: બિગ બોસ 13 બાદ પારસ છાબડા અને શહનાઝ ગિલનો નવો શો આવી ગયો છે. 'મુજસે શાદી કરોગે'. જેમાં પારસ અને શહેનાઝ પોતાના માટે પાર્ટનર શોધવા લાગ્યા છે. આ શોનો એક વીડિયો હાલ ખુબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં બિગ બોસ 12ની સ્પર્ધક જસલીન મથારુ એન્ટ્રી કરતી જોવા મળી રહી છે. શોમાં એન્ટ્રી કરતા જ તેણે પારસને ભરપૂર ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરી અને તેની સાથે ખુબ ડાન્સ પણ કર્યો. આ ડાન્સને જોઈને પારસ સાથે લગ્ન કરવા આવેલી એક બીજી છોકરીએ જસલીનના શોર્ટ ડ્રેસ પર કોમેન્ટ પણ કરી કે તે શું પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ છે, જેને સાંભળીને તે ખુબ નારાજ પણ થાય છે. 

આ વીડિયોમાં શહેનાઝ ગીલ પણ જોવા મળી રહી છે. જેની આંખો પર પાટા બાંધીને તેને છોકરો પસંદ કરવાનું કહેવાય છે. છોકરાઓ વચ્ચે સિદ્ધાર્થ શુક્લાને પણ ઊભો કરાય છે જેને તે તરત ઓળખી લે છે. આ વીડિયોમાં રશ્મિ દેસાઈ પણ જોવા મળે છે. જેની શહેનાઝ ગિલ સાથે રકઝક તમને બિગ બોસની યાદ અપાવશે. 

અત્રે જણાવવાનું કે પારસ છાબડા સાથે લગ્ન કરવા માટે બે વધુ છોકરીઓ પહોંચી છે. જેમાંથી એક છે દક્ષિણ ભારતીય અભિનેત્રી સંજના ગલરાની અને મલાઈકા અરોરા જેવી દેખાતી મોડલ હિના પંચાલ. આ કાર્યક્રમનો પ્રોમો પણ આવી ગયો છે. પ્રોમમાં શોના એંકર મનીષ પોલ સૌથી પહેલા સંજનાને બોલાવે છે અને પારસ છાબડાને તેની સાથે ડાન્સ કરવાનું ટાસ્ક આપે છે. બંને એક પેપર પર ઊભા થઈને ડાન્સ કરે છે. ટાસ્ક મુજબ સંજનાના પગ જમીન પર ન પડવા જોઈએ. પછી બંને રોમેન્ટિક ડાન્સ કરે છે. ત્યારબાદ હિના પંચાલ આવે છે. પારસ છાબડા તેને પૂછે છે કે તમે આટલા ખુબસુરત છો તો તમને તો અનેક છોકરા મળી જશે. તો પછી કેમ? હિના જવાબ આપે છે કે અનેક છોકરા મારી પાછળ છે પરંતુ હું હિના છું અને હટકે ચીજો કરું છું. 

ત્યારબાદ હિના પૂછે છે કે તમારા હાથમાં આકાંક્ષાનું ટેટુ છે તો શું તમે કમિટેડ છો. જેના પર પારસ કહે છે કે ટેટુ-વેટુથી કશું થતું નથી. તેના પર એક કટ લાગશે અને લખાવી દઈ, હવે કોણ?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube