28 વર્ષની વયે જિતેન્દ્રએ કર્યું હતું યૌન ઉત્પીડન, કઝિનનો આરોપ

બોલિવૂડનો દિગ્ગજ એક્ટર જિતેન્દ્ર મુશ્કેલીમાં ઘેરાઈ ગયો છે

Updated By: Feb 7, 2018, 05:24 PM IST
28 વર્ષની વયે જિતેન્દ્રએ કર્યું હતું યૌન ઉત્પીડન, કઝિનનો આરોપ

મુંબઈ : બોલિવૂડનો દિગ્ગજ એક્ટર જિતેન્દ્ર મુશ્કેલીમાં ઘેરાઈ ગયો છે. જિતેન્દ્રની કઝિને તેના વિરૂદ્ધ યૌન ઉત્પીડનનો મોટો આરોપ લગાવીને હિમાચલ પ્રદેશમાં ફરિયાદ નોંધાવી છે. પોતાની જાતને પીડિત ગણાવીને કઝિને ખુલાસો કર્યો છે કે તે જ્યારે 18 વર્ષની હતી ત્યારે જિતેન્દ્ર 28 વર્ષનો હતો અને ત્યારે જ જિતેન્દ્રએ યૌન ઉત્પીડન કર્યું હતું. હવે આ કઝિને એક્ટર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરીને તેની ધરપકડની માગણી કરી છે. 

પોતાની આપવીતી જણાવતા પીડિતાએ જણાવ્યું છે કે 'હું જ્યારે 18 વર્ષની હતી ત્યારે  જિતેન્દ્રએ મારા પિતાને કહ્યું કે તે મને ફિલ્મના શૂટ પર લઈ જઈ રહ્યા છે. આ શૂટ પર જ તેણે આ ગંદી હરકતને અંજામ આપ્યો હતો. આ ઘટનાના વર્ષો સુધી હું સ્તબ્ધ રહી અને એની મારા મગજ પર ઉંડી અસર થઈ છે.'

જિતેન્દ્રની કઝિને તેના માતા-પિતાના નિધન પછી પોલીસ ફરિયાદ કરવાનો નિર્ધાર કર્યો. પીડિતાને ડર હતો કે જો તેના માતા-પિતાને એક્ટરની આ હરકતની જાણ થઈ જાત તો તેમને બહુ દુખ થાત. પીડિતાએ પોતાના આ નિર્ધાર વિશે જણાવ્યું છે કે 'મને આ ઘટના વિશે વાત કરવામાં વર્ષો લાગી ગયા. મારામાં આ હિંમત હાલમાં ચાલી રહેલા કેમ્પેઇન #METOOના કારણે આવી. આ આંદોલનના કારણે દુનિયાના લાખો પીડિતોને પોતાની વાત સામે રાખવાની હિંમત મળી છે અને યૌન ઉત્પીડનનો ભોગ બનનાર પીડિતોમાં આશાની કિરણ જાગી છે.'