શાહરૂખને પહેલીવાર જોતાં જ જૂહી ચાવલાએ મચકોડ્યું હતું મોઢું, આ હતું કારણ

બોલીવુડ એક્ટ્રેસને જૂહી ચાવલા (Juhi Chawla) અને કિંગ ખાનના નામથી જાણિતા શાહરૂખ ખાન (Shahrukh Khan) ની જોડીને પડદા પર ખૂબ પસંદ કરવામાં આવતી હતી. આ બંનેએ ઘણી હિટ ફિલ્મો આપી છે.

Updated By: May 14, 2021, 07:04 PM IST
શાહરૂખને પહેલીવાર જોતાં જ જૂહી ચાવલાએ મચકોડ્યું હતું મોઢું, આ હતું કારણ

નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસને જૂહી ચાવલા (Juhi Chawla) અને કિંગ ખાનના નામથી જાણિતા શાહરૂખ ખાન (Shahrukh Khan) ની જોડીને પડદા પર ખૂબ પસંદ કરવામાં આવતી હતી. આ બંનેએ ઘણી હિટ ફિલ્મો આપી છે. પરંતુ તમને જાણીને આશ્વર્ય થશે કે શાહરૂખ ખાનને પહેલીવાર જોઇને જૂહી ચાવલા (Juhi Chawla) એ મોઢું બનાવી લીધું હતું. જૂહીને શાહરૂખ ખાન બિલકુલ પણ પસંદ આવ્યો ન હતો. 

'રાજૂ બન ગયા જેંટલમેન' નો કિસ્સો
એક જૂના વીડિયોમાં જૂહી અને શાહરૂખ (Juhi And Shahrukh) સાથે બેઠેલા છે અને એક્ટ્રેસ ફિલ્મ 'રાજૂ બન ગયા જેંટલમેન' (Raju Ban Gaya Gentleman) ની શૂટિંગ વિશે જણાવી રહી હોય છે. જૂહીએ જણાવ્યું કે તેમણે 'કયામત સે કયામત તક' ફિલ્મની  જેમાં તેમની સાથે આમિર ખાન (Aamir Khan) હતા. આ ફિલ્મને કર્યા પછી તેમણે  'રાજૂ બન ગયા જેંટલમેન' (Raju Ban Gaya Gentleman) ની સ્ક્રિપ્ટ મળી જે તેમને ખૂબ ગમી હતી. ફિલ્મની કહાણી જાણ્યાપ અછી જૂહીએ કો-સ્ટાર વિશે જાણવા માંગ્યું. ફિલ્મ મેકરે જણાવ્યું કે તે 'ફૌજી' સિરિયલમાં કામ કરી ચૂક્યા છે. પરંતુ જૂહીએ તે સીરિયલ જોઇ ન હતી. ત્યારે મેકરે તેમને કહ્યું કે તે આમિર જેવા દેખાય છે. આ સાંભળીને જૂહી ખુશ થઇ ગઇ હતી.  

હવે, તમે કહેશો કે આવું તો વળી કંઈ હોય ! કોવિડ કેર સેન્ટર શરૂ થતાં શરૂ થઇ કમાણી

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Juhi Chawla (@iamjuhichawla)

જૂહીને પસંદ આવ્યા ન હતા શાહરૂખ
જૂહીએ વીડિયોમાં જણાવ્યું કે જ્યારે તે સેટ પર ગઇ તો તેમણે જોયું કે પાતળો, ઘઉંવર્ણો અને લાંબા વાળવાળો વ્યક્તિ ઉભો છે, જોકે કોઇપણ એંગલથી આમિર ખાન (Aamir Khan) જેવો દેખાતો ન હતો. જૂહી જણાવ્યું કે તેમને જોયા પછી મને અહેસાસ થયો કે હવે પાછી પાની ન કરી શકાય કારણ કે તેમણે ફિલ્મ સાઇન કરી લીધી છે. 

રાજકોટ સિવિલમાં એપ્રિલના પીક ટાઈમમાં અધધ કિલો મેડિકલ વેસ્ટ કરાયો ડિસ્પોઝ

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Juhi Chawla (@iamjuhichawla)

જૂહી અને શાહખાનની જોડીએ મચાવી ધમાલ
જૂહીએ આગળ વીડિયોમાં જણાવ્યું કે તેમને શાહરૂખ ખાન (Shahrukh Khan) ની સાથે કામ કરવામાં મજા આવી. તે ભલે જ ન્યૂકમર હતા પરંતુ કોન્ફિડેંસ તેમની અંદર ભરપૂર હતો. પછી શાહરૂખ ખાન (Shahrukh Khan) અને જૂહી ચાવલા (Juhi Chawla) ની જોડીએ 'ડર' 'યસ બોસ', 'ફીર ભી દિલ હૈ હિંદુસ્તાની', 'વન ટૂ કા ફોર', 'રામ જાને' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તમને જણાવી દઇએ કે બંને બિઝનેસ પાર્ટનર પણ છે. શાહરૂખ અને જૂહી ઇંડીયન પ્રીમિયર લીગમાં કલકત્તા નાઇટ રાઇડર્સના સહ માલિક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube