)
નવી દિલ્હીઃ સાઉથની દિગ્ગજ અભિનેત્રી કાજલ અગ્રવાલને લઈને એવી અફવાઓ ઉડી રહી હતી કે એક અકસ્માતમાં તેનું મોત થઈ ગયું છે. ઘણા રિપોર્ટ્સમાં તે કહેવામાં આવ્યું કે અભિનેત્રી રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. હવે ખુદ કાજલે પોસ્ટ કરતા આ સમાચારને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરતા કહ્યું કે તે ઠીક છે.
'હું બિલકુલ ઠીક છું'
કાજલ અગ્રવાલે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, 'મને કેટલાક પાયાવિહોણા સમાચાર મળ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો કે હું એક દુર્ઘટનાનો શિકાર બની (અને હવે જીવિત નથી) અને ઈમાનદારીથી કહું તો આ ખૂબ રસપ્રદ છે કારણ કે આ ખોટી વાત છે. ઈશ્વર કૃપાથી હું તમને આશ્વાશન આપવા ઈચ્છું છું કે હું સંપૂર્ણ રીતે ઠુક છું, સુરક્ષિત છું અને ખૂબ સારૂ કરી રહી છું. હું તમને નમ્ર નિવેદન કરું છું કે આવા ખોટા સમાચારો પર વિશ્વાસ ન કરો અને ન ફેલાવો. આવો, આપણે આપણું ધ્યાન પોઝીટિવ અને સત્ય પર ફોકસ કરીએ.'

તાજેતરમાં માલદીવ ગઈ હતી કાજલ અગ્રવાલ
કાજલ અગ્રવાલ તાજેતરમાં પતિ ગૌતમ કિચલૂની સાથે માલદીવ વેકેશન પર ગઈ હતી. તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા અભિનેત્રીએ લખ્યું- માલદીવઃ મારો વારંવાર આવતો પ્રેમ. એક એવી માસિક મુલાકાત જેનો હું ખુશી-ખુશી સામનો કરીશ. તેનું ક્યારેય ખતમ ન થતું આકર્ષણ, ચમક અને નેચરનો સૌથી આકર્ષક રનવે જેમ સૂર્યાસ્ત દર વખતે મને પોતાના તરફ ખેંચી લે છે. દરેક વખતે મારો શ્વાસ રોકાઈ જાય છે.
કાજલ અગ્રવાલના વર્કફ્રંટની વાત કરીએ તો તો છેલ્લે વિષ્ણૂ માંચૂની ફિલ્મ કન્નપ્પામાં જોવા મળી હતી. આ સિવાય તે નિતેશ તિવારીની માઇથોલોજિકલ ફિલ્મ રામાયણમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે રાવણની પત્ની મંદોદરીનું પાત્ર ભજવી રહી છે.