Operation Sindoor: ભારત-પાક યુદ્ધ વચ્ચે 70 વર્ષના એક્ટરે લીધો મોટો નિર્ણય, વાત જાણી કરશો એના વખાણ

Kamal Haasan Decision For Thug life Film: ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતી જંગ દરમિયાન કમલ હાસને મોટો નિર્ણય લીધો છે. કમલ હાસને તેની ફિલ્મ ઠગ લાઈફના ઓડિયો લોન્ચ ઈવેન્ટને ટાળી દીધી છે. તેણે કહ્યું છે કે આ સમય ઉજવણીનો નહીં દેશને સપોર્ટ કરવાનો છે.
 

Operation Sindoor: ભારત-પાક યુદ્ધ વચ્ચે 70 વર્ષના એક્ટરે લીધો મોટો નિર્ણય, વાત જાણી કરશો એના વખાણ

Kamal Haasan Decision For Thug life Film: ઓપરેશન સિંદૂર પછી ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ બની રહી છે. તેવામાં એક્ટર કમલ હાસને ફિલ્મ ઠગ લાઈફની ટીમે ઓડિયો લોન્ચ ઈવેંટ ટાળી દેવાનો નિર્ણય કર્યો છે. આ ઈવેન્ટ 16 મે 2025 ના રોજ થવાની હતી. આ અંગે સત્તાવાર જાહેરાત કમલ હાસને એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને કરી છે. 

Add Zee News as a Preferred Source

કમલ હાસને લખ્યું છે કે કલા રાહ જોઈ શકે છે. દેશ પહેલા આવે છે. દેશની સરહદે તણાવપૂર્ણ સ્થિતિ છે અને સુરક્ષા એજન્સીઓ માટે હાઈ એલર્ટ છે. આ સમય ઉજવણીનો નથી. તેથી ઠગ લાઈફ ફિલ્મનો ઓડિયો લોન્ચ ટાળવામાં આવ્યો છે. આ ઈવેન્ટ 16 મે 2025 ના રોજ થવાની હતી.

કમલ હાસને આગળ કહ્યું કે જ્યારે આપણા દેશના સૈનિક દેશની રક્ષા માટે સરહદે બહાદુરીથી મોરચો સંભાળીને ઊભા છે ત્યારે ઉજવણી કરવાને બદલે શાંતિથી એકતા જાળવી રાખવી જરૂરી છે. દેશમાં જે સ્થિતિ છે તેને જોતા ફિલ્મી કાર્યક્રમ કરવો યોગ્ય નથી. જ્યારે સ્થિતિ ઠીક થશે ત્યારે નવી ડેટ જાહેર કરવામાં આવશે. 

ઠગ લાઈફ ફિલ્મનું નિર્દેશન મણિરત્નમ એ કર્યું છે. ફિલ્મમાં કમલ હાસન ઉપરાંત તૃષા કૃષ્ણન, સિલંબરાસન, અશોક સેલવન, ઐશ્વર્યા લક્ષ્મી, જોજૂ જોર્જ, અભિરામી નાસર, અલી ફઝલ, પંકજ ત્રિપાઠી, સાન્યા મલ્હોત્રા, રોહિત સરાફ અને વૈયાપુરી પણ મહત્વના રોલમાં જોવા મળશે. કમલ હાસન અને મણિરત્નમ 36 વર્ષ પછી સાથે કામ કરી રહ્યા છે. ઠગ લાઈફ ફિલ્મ 5 જૂન 2025 ના રોજ રિલીઝ થવાની છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news