ટીવીની આ ખુબસુરત અભિનેત્રીને આવવું છે રાજકારણમાં, જાણો કેમ?
બિગ બોસથી ફેમસ થયેલી અભિનેત્રી કામ્યા પંજાબીનું કહેવું છે કે તેમને રાજકારણમાં રસ છે અને તેઓ દેશની મહિલાઓના ઉત્પીડનને ખતમ કરવા માંગે છે. પરવરિશ અને બેઈન્તેહા જેવી સીરિયલોમાં જોવા મળેલી કામ્યા પંજાબીએ ન્યૂઝ એજન્સી આઈએએનએસ સાથે વાતચીતમાં કહ્યું કે `હું રાજનીતિમાં આવવા માંગુ છું. કારણ કે મને લાગે છે કે રાજકારણમાં કેરિયરનો વિકલ્પ કઈ ખોટું નથી.`
મુંબઈ: બિગ બોસથી ફેમસ થયેલી અભિનેત્રી કામ્યા પંજાબીનું કહેવું છે કે તેમને રાજકારણમાં રસ છે અને તેઓ દેશની મહિલાઓના ઉત્પીડનને ખતમ કરવા માંગે છે. પરવરિશ અને બેઈન્તેહા જેવી સીરિયલોમાં જોવા મળેલી કામ્યા પંજાબીએ ન્યૂઝ એજન્સી આઈએએનએસ સાથે વાતચીતમાં કહ્યું કે 'હું રાજનીતિમાં આવવા માંગુ છું. કારણ કે મને લાગે છે કે રાજકારણમાં કેરિયરનો વિકલ્પ કઈ ખોટું નથી.'
કામ્યાએ આગળ કહ્યું કે 'સૌથી વધુ પડકારોવાળા અને મહેનતી કેરિયરના વિકલ્પોમાંનો એક વિકલ્પ છે. જે ફક્ત તાકાત નહીં પરંતુ વ્યવક્તિત્વનું પણ પરીક્ષણ કરે છે.' કામ્યાએ કહ્યું કે 'હું મહિલાઓ સાથે થઈ રહેલા ઉત્પીડનને ખતમ કરવા માંગુ છું. મહિલાઓ વધુ જીવવા માટે જન્મ લે છે. હું મારા પરિવાર, સમાજ કે અન્ય કોઈને પણ તેનો શિકાર થતી જોવા માંગતી નથી. તેમણે ડર્યા વગર જીવવું જોઈએ.'
કામ્યા મહિલાઓને તેમના અધિકારો માટે પ્રોત્સાહિત કરવા માંગે છે. તેનું કહેવું છે કે જો તે રાજકારણમાં આવશે તો સૌથી પહેલા તે મહિલાઓ માટે અનુકૂળ માહોલ બનાવશે. આજકાલ કામ્યા 'શક્તિ-અસ્તિત્વ કા અહેસાસ'માં પણ જોવા મળી રહી છે.