કંગના થઈ કોરોના પોઝિટિવ, વાયરસને ગણાવ્યો નાનકડો ફ્લૂ, કહ્યું- તબાહ કરી નાખીશ 

અનેક બોલીવુડ હસ્તીઓ કોવિડ પોઝિટિવ થયા બાદ હવે અભિનેત્રી કંગના રનૌત પણ કોરોના સંક્રમિત થઈ છે.

Updated By: May 8, 2021, 11:39 AM IST
કંગના થઈ કોરોના પોઝિટિવ, વાયરસને ગણાવ્યો નાનકડો ફ્લૂ, કહ્યું- તબાહ કરી નાખીશ 

નવી દિલ્હી: અનેક બોલીવુડ હસ્તીઓ કોવિડ પોઝિટિવ થયા બાદ હવે અભિનેત્રી કંગના રનૌત પણ કોરોના સંક્રમિત થઈ છે. કંગના રનૌતે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને પોતે કોવિડ પોઝિટિવ હોવા અંગે ફેન્સને જણાવ્યું છે. તે હોમ ક્વોરન્ટિનમાં છે. કંગનાએ પોસ્ટમાં લખ્યું કે તે આ વાયરસને નષ્ટ કરી દેશે અને તેણે વાયરસને એક નાનકડો ફ્લૂ ગણાવ્યો છે. 

કોવિડ પોઝિટિવ થઈ કંગના
કંગનાએ પોતાની એક તસવીર શેર કરી છે જેમાં તે મેડિટેશન કરતી જોવા મળે છે. તસવીરના કેપ્શનમાં કંગનાએ લખ્યું છે કે છેલ્લા કેટલાક દિવસથી આંખોમાં હળવી બળતરા અને સાથે થાક તથા નબળાઈ મહેસૂસ થતી હતી, હિમાચલ જવા અંગે વિચારી રહી હતી આથી ગઈ કાલે મે મારો ટેસ્ટ કરાવ્યો અને આજે રિઝલ્ટ આવ્યું કે હું કોવિડ પોઝિટિવ છું. 

કોવિડને ગણાવ્યો નાનકડો ફ્લૂ
કંગનાએ લખ્યું કે 'મે મારી જાતને ક્વોરન્ટિન કરી છે, મને કોઈ અંદાજો નહતો કે આ વાયરસ મારા શરીરમાં પાર્ટી કરી રહ્યો હતો, હવે કારણ કે મને ખબર છે તો હું તેને નષ્ટ કરી દઈશ. હું તમને અપીલ કરું છું કે કોઈને પણ તમારા પર હાવી થવા ન દો. જો તમે ડરશો તો તે તમને વધુ ડરાવશે. ચાલો આ કોવિડ-19ને નષ્ટ કરી દઈએ, આ એક નાનકડા ફ્લૂ સિવાય કશું નથી જેને વધારે પડતું મહત્વ આપી દેવાયું છે.'

સસ્પેન્ડ થયું ટ્વિટર હેન્ડલ
અભિનેત્રીએ લખ્યું કે હવે આ લોકોને ડરાવી રહ્યો છે, હર હર મહાદેવ. અત્રે જણાવવાનું કે હાલમાં જ કંગના રનૌતનું ટ્વિટર હેન્ડલ આપત્તિજનક નિવેદનોના કારણે સસ્પેન્ડ કરી દેવાયું છે. હવે કંપના ઈન્સ્ટાગ્રામ દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી છે. પશ્ચિમ બંગાળમાં લોકોને ભડકાવવા બદલ તેની સામે એફઆઈઆર દાખલ થઈ હતી જેના જવાબમાં કંગનાએ હાલમાં જ સીએમ મમતા બેનર્જીને લોહી તરસી સુદ્ધા કહી નાખ્યું હતું. 

Corona: ભારતમાં કોવિડ-19ની ગંભીર સ્થિતિ આપણા બધા માટે ખતરાની ઘંટી, જાણો કોણે કહ્યું? 

Corona Update: દેશમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ અને મૃત્યુનો આંકડો, હવે તમિલનાડુમાં પણ લોકડાઉન જાહેર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube