)
Oscar 2026: 98માં એકેડેમી એવોર્ડ્સનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને ભારતીય સિનેમાની ફિલ્મોએ ફરી એકવાર કમાલ કરી બતાવ્યો છે, જેનાથી આ વર્ષે ઓસ્કાર ઘરે લાવવાની આશા વધી ગઈ છે. બે ભારતીય ફિલ્મો - રિષભ શેટ્ટીની 'કાંતારા: એ લેજન્ડ - ચેપ્ટર 1' અને અનુપમ ખેરની 'તન્વી ધ ગ્રેટ'એ ગ્લોબલ ઓળખ મેળવવા માટે એક વ્યૂહાત્મક રસ્તો અપનાવ્યો છે અને 98માં ઓસ્કારની 201 ફીચર ફિલ્મોની લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે.
આ ઉપરાંત 'ટૂરિસ્ટ ફેમિલી', 'મહાવતાર નરસિંહા' અને 'સિસ્ટર મિડનાઈટ' પણ આ લિસ્ટમાં સ્થાન મેળવી ચૂકી છે. ભારતની ઓફિશિયલ એન્ટ્રી ન હોવા છતાં 'જનરલ કેટેગરી' દ્વારા આ બન્ને ભારતીય ફિલ્મોએ ઓસ્કાર 2025માં પોતાનું સ્થાન મેળવ્યું છે.
'કાંતારા ચેપ્ટર 1' અને 'તન્વી ધ ગ્રેટ' ઓસ્કારમાં મચાવી શકે છે ધૂમ
2025ની બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક 'કાંતારા ચેપ્ટર 1' હવે દુનિયાભરમાં ઈતિહાસ રચવા માટે તૈયાર છે. કર્ણાટકની લોકકથાઓ પર આધારિત રિષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા 2 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, જેણે ભારતમાં ધૂમ મચાવ્યા બાદ હવે ઓસ્કારમાં પણ ધમાલ મચાવી શકે છે.
વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 850 કરોડથી વધુના કલેક્શન સાથે આ 2025ની બીજી સૌથી મોટી ભારતીય ફિલ્મ રહી છે. આ ફિલ્મને લઈ સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે કહ્યું હતું કે, આ ફિલ્મને ભારત તરફથી ઓસ્કારમાં મોકલી જોઈએ. જ્યારે 'તન્વી ધ ગ્રેટ'નું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે.
'હોમબાઉન્ડ'ની ઓસ્કરમાં થઈ એન્ટ્રી
હાલમાં જ ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ઓસ્કારની 'બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર' કેટેગરી માટે ભારત તરફથી સત્તાવાર રીતે 'હોમબાઉન્ડ'ને મોકલી છે. હવે 'કાંતારા ચેપ્ટર 1' અને 'તન્વી ધ ગ્રેટ'ના નામ પણ સામે આવ્યા છે. 'તન્વી ધ ગ્રેટ'માં એક્ટિંગની સાથે-સાથે દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે તેનું દિગ્દર્શન પણ કર્યું છે. મેકર્સે સોશિયલ મીડિયા પર આ ખુશખબર શેર કરી છે. જણાવી દઈએ કે, આ વર્ષે દુનિયાભરમાંથી એકેડેમી મેમ્બર્સના કન્સિડરેશન માટે કુલ 317 ફીચર ફિલ્મો ફાઈનલ થઈ છે, જેમાંથી 201 ફિલ્મો 'બેસ્ટ પિક્ચર' માટે પણ એલિજિબલ છે.