બોલીવુડમાં Kareena Kapoor Khan ના 20 વર્ષ પુરા, શેર કર્યો પોતાનો પ્રથમ શોટ

જેપી દત્તાની ફિલ્મ 'રિફ્યૂજી (Refugee)' થી બોલીવુડમાં પગ મુકનાર અભિનેત્રી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) એ મંગળવારે બોલીવુડમાંથી 20 વર્ષ પુરા કરી લીધા છે.

Updated By: Jun 30, 2020, 05:14 PM IST
બોલીવુડમાં  Kareena Kapoor Khan ના 20 વર્ષ પુરા, શેર કર્યો પોતાનો પ્રથમ શોટ

નવી દિલ્હી: જેપી દત્તાની ફિલ્મ 'રિફ્યૂજી (Refugee)' થી બોલીવુડમાં પગ મુકનાર અભિનેત્રી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) એ મંગળવારે બોલીવુડમાંથી 20 વર્ષ પુરા કરી લીધા છે. ઇંસ્ટાગ્રામ પર કરીનાએ પોતાની પ્રથમ ફિલ્મનો શોટો શેર કર્યો છે. 

તેમણે તેને કેપ્શન આપતાં લખ્યું 'મારો પ્રથમ શોટ સવારે 4 વાગ્યાનો હતો. તે દિવસે હું સવારે 4 વાગે ઉથી અને દર્પણ જોઇને પોતાનાને કહ્યું કે 'આ અત્યાર સુધીનો સારો નિર્ણય છે. 20 વર્ષની આકરી મહેનત, સમર્પણ અને સેલ્ફ-કોન્ફિડેન્સ.'' આ ફિલ્મમાંથી અભિનેતા અભિષેક બચ્ચને બોલીવુડમાં એન્ટ્રી મારી હતી. 

'રિફ્યૂજી'ની ટીમને ધન્યવાદ આપતાં કહ્યું કે કરીનાએ કહ્યું કે ''હું તમામ પ્રશંસકોનો પ્રેમ અને સમર્થન મેળવીને ધન્ય છું. જેપી દત્તાનો ખૂબ ખૂબ ધન્યવાદ. જેમણે આ અવસર આપ્યો. અભિષેક બચ્ચનનો પણ ધન્યવાદ અને ટીમના તમામ સભ્યોને ધન્યવાદ તે સમયે આ ફિલ્મનો ભાગ હતા.  

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube