Karni Sena threatens Pushpa 2 Makers સુરત : સાઉથની બહુચર્ચિત ફિલ્મ પુષ્પા-2 તેની રિલીઝ બાદથી વિવાદોમાં ઘેરાયેલી છે. ત્યારે પુષ્પા-2 ફિલ્મને લઈને ક્ષત્રિય કરણી સેનાનો વિરોધ સામે આવ્યો છે આ ફિલ્મની અંદર ભવરસિંહ શેખાવત નામનું એક પાત્ર મૂકવામાં આવ્યું છે. આ પાત્રને ખૂબ જ ખરાબ રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેથી કરણ સેનાના રાજ શેખવતે રાજપૂતોને અપીલ કરી કે, ફિલ્મ મેકર્સ જ્યાં દેખાય ત્યાં જ તેને મારવામાં આવે. પુષ્પા-2 ફિલ્મમાં લગાવત નિમ્ન કક્ષાની ટિપ્પણી સાથે શેખાવત શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાઉથ સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2' સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. અલ્લુ અર્જુનની લીડ રોલવાળી ફિલ્મ 'પુષ્પા 2'માં ફહાદ ફાસીલ નેગેટિવ રોલમાં જોવા મળે છે અને તેના પાત્રનું નામ ભંવર સિંહ શેખાવત છે. હવે આ ફિલ્મમાં વિલનની સરનેમ શેખાવતે કરણી સેનાને નારાજ કરી દીધી છે અને તેઓએ મેકર્સને ધમકી પણ આપી છે. કરણી સેનાના નેતાએ ફિલ્મ 'પુષ્પા 2'માં ફેરફાર કરવા કહ્યું છે અને જો તેમ નહીં કરવામાં આવે તો માર મારવાની ધમકી આપી છે.


 


ગુજરાતમાં આગામી 48 કલાક અતિભારે રહેશે! કાતિલ ઠંડીને લઈને હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ આવી ગયા