મુંબઈ : રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનું મુંબઈમાં ભવ્ય રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. આ રિસેપ્શનમાં બોલિવૂડના ટોચના સ્ટાર્સે હાજરી આપી હતી. દીપિકા અને રણવીરે લગ્ન પછી ભારતમાં ત્રણ રિસેપ્શન આપ્યા છે. આ ત્રણમાંથી એક રિસેપ્શન બેંગ્લુરુ ખાતે મિત્રો અને સ્વજનો માટે તેમજ બીજા બે રિસેપ્શન મુંબઈ ખાતે યોજાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દીપવીરના આ રિસેપ્શનમાં સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. દીપવીરે 1 ડિસેમ્બરના દિવસે મુંબઈની ગ્રાન્ડ હયાત હોટેલમાં તેના બોલિવૂડના મિત્રો માટે રિસેપ્શન આપ્યું હતું. આ રિસેપ્શનમાં બધાના આશ્ચર્ય વચ્ચે અનુષ્કા શર્મા તેમજ કેટરિના કૈફે પણ હાજરી આપી હતી. નોંધનીય છે કે એક તબક્કે અનુષ્કા દુલ્હા રણવીરની ગર્લફ્રેન્ડ હતી જ્યારે કેટરિનાના કારણે દીપિકા અને તેના પ્રેમી રણબીરનું બ્રેકઅપ થયું હતું. જોકે એ વાત અલગ છે કે હાલમાં રણબીર અને કેટરિનાનું પણ બ્રેકઅપ થઈ ગયું છે અને રણબીરની પ્રેમિકા તરીકે આલિયા ભટ્ટનું નામ ચર્ચાઈ રહ્યું છે.  આ સંજોગોમાં કેટરિનાએ રિસેપ્શનમાં હાજરી આપીને બધાની બોલતી બંધ કરી દીધી હતી. 


માધુરીના રાજકારણ પ્રવેશ મામલે આવી ગયો છે મોટો વળાંક


આ રિસેપ્શનમાં પોતે શું કર્યું એના વટાણાં વેણતા કેટરિનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ''મેં આખી રાત ડાન્સ કર્યો હતો અને હું છેલ્લે રવાના થનાર વ્યક્તિઓમાંથી એક હતી. મેં ખાણીપીણીની પણ બહુ મજા માણી હતી. તેમની કેકનો અડધો ચોકલેટ ફાઉન્ટેન તો હું જ ખાઈ ગઈ હતી. મને લાગે છે કે મારે હવે નેકસ્ટ ટાઇમ આ વાત કંટ્રોલ કરવી પડશે. જોકે અનુભવ બહુ સારો રહ્યો હતો. હવે હું પ્રિયંકાના રિસેપ્શનની રાહ જોઈ રહું છું અને એમાં પણ એટલી જ મજા કરવાની છું.''


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...