)
અભિનેત્રી કેટરિના કૈફ અને વિક્કી કૌશલ માતા-પિતા બની ગયા છે. આ કપલના ઘરે નવા મહેમાનનું આગમન થયું છે. પિતા બનવાની ખુશી વિક્કી કૌશલે પોતાના ફેન્સ સાથે શેર કરી છે. તેણે જણાવ્યું કે કેટરીનાએ પુત્રને જન્મ આપ્યો છે.
વિક્કી કૌશલે આપી જાણકારી
વિક્કી કૌશલે એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટરને શેર કરતા તેણે લખ્યું, 'બ્લેસ્ડ. અમારી ખુશીઓનું બંડલ આવી ગયું છે. પ્રેમ અને આશીર્વાદથી અમે બેબી બોયનું સ્વાગત કર્યું છે. 7 નવેમ્બર 2025. કેટરિના અને વિક્કી.'
લોકો આપી રહ્યાં છે શુભેચ્છા
વિક્કી કૌશલની આ પોસ્ટ પર સેલેબ્સથી લઈને તેના ફેન્સ શુભેચ્છા આપી રહ્યાં છે. કરીના કપૂરે લખ્યુ- કેટ બોય મમ્મા ક્લબમાં તમારૂ સ્વાગત છે. તારા અને વિક્કી માટે ખુશ છું. આયુષ્માન ખુરાનાએ લખ્યું- બેસ્ટ ન્યૂઝ. મુબારક. પ્રિયંકા ચોપડાએ લખ્યું- ખૂબ ખુશ છું. શુભેચ્છા.

સપ્ટેમ્બરમાં કરી હતી જાહેરાત
મહત્વનું છે કે વિક્કી કૌશલ અને કેટરિના કૈફએ આ વર્ષે સપ્ટેમ્બર 2025મા પ્રેગનેન્સીની જાહેરાત કરી હતી. કેટરીનાએ બેબી બંપ ફ્લોન્ટ કરતા ફોટો શેર કર્યો હતો. તેણે લખ્યું હતું- અમે અમારા જીવનનું સૌથી સારૂ ચેપ્ટર ખુશી અને આભારી હ્રદયની સાથે શરૂ કરવા જઈ રહ્યાં છીએ. કેટરિના કૈફ અને વિક્કી કૌશલ પ્રથમવાર માતા-પિતા બન્યા છે. બંનેએ ડિસેમ્બર 2021મા લગ્ન કર્યાં હતા.