)
Bollywood News: બોલીવુડના રોમાન્સ ઓફ કિંગ શાહરૂખ ખાન 2 નવેમ્બરે 60 વર્ષના થઈ ગયા છે. અભિનેતાના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર લોકો શુભેચ્છા આપી રહ્યાં છે. એટલું જ નહીં કિંગના ઘર મન્નતની બહાર પણ અડધી રાત્રે ફેન્સ ભેગા થવા લાગ્યા હતા. જ્યાં તેમણે જશ્ન મનાવ્યો અને કેક પણ કાપી હતી. હવે અભિનેતાએ પોતાના ફેન્સને એક મોટી રિટર્ન ગિફ્ટ આપી છે. શાહરૂખે ફિલ્મ 'કિંગ'થી પોતાનો ફર્સ્ટ લુક રિવીલ કરતા ટીઝર પણ આઉટ કરી દીધું છે.
શાહરૂખ ખાને રિલીઝ કર્યું કિંગનું ટીઝર
શાહરૂખ ખાનની મોસ્ટ એવેટેડ ફિલ્મ કિંગનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. શાહરૂખ ખાને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં અભિનેતાનો ધાંસૂ લુક જોવા મળ્યો છે. 'કિંગ'માં શાહરૂખ જોરદાર એક્શન કરતો જોવા મળશે. ટીઝર રિલીઝ થવાની સાથે સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. યુઝર્સ ફિલ્મને બ્લોકબસ્ટર ગણાવી રહ્યાં ચે. ટીઝરને શેર કરતા અભિનેતાએ લખ્યું 'સો દેશમાં બદનામ, દુનિયાએ આપ્યું માત્ર એક નામ #KING #કિંગટાઇગરરિલીવ. આ શોનો ટાઇમ છે. સિનેમાઝ 2026મા.'
હેમા માલિનીએ આપી હતી પ્રથમ તક
શાહરૂખે હેમા માલિનીની ફિલ્મ 'દિલ આશના હૈ'થી પોતાના એક્ટિંગની શરૂઆત કરી હતી. આ ફિલ્મ માટે તેને 50,000 ફી આપવામાં આવી હતી. ફિલ્મમાં શાહરૂખ સિવાય જિતેન્દ્ર, મિથુન ચક્રવર્તી, ડિમ્પલ કાપડિયા અને અમૃતા સિંહ જેવા મોટા કલાકાર હતા. પરંતુ આ શાહરૂખની પ્રથમ રિલીઝ ફિલ્મ નથી. આ પહેલા દીવાના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી અને શાહરૂખ રાતોરાત સ્ટાર બની ગયો. ત્યારબાદ તેણે પાછુ વળીનું જોયું નથી.
Sau deshon mein badnaam,
Duniya ne diya sirf ek hi naam - #KING#KingTitleReveal
It’s Showtime!
In Cinemas 2026. pic.twitter.com/l3FLrUH1S0— Shah Rukh Khan (@iamsrk) November 2, 2025
વર્કફ્રંટની વાત કરીએ તો કિંગ ખાન છેલ્લે ફિલ્મ ડંકીમાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં તેમની સાથે તાપસી પન્નૂ અને વિક્કી કૌશલ જેવા સ્ટાર્સ હતા. આ ફિલ્મ 2023મા રિલીઝ થઈ હતી. હવે અભિનેતા કિંગના શૂટિંગમાં વ્યસ્ત છે. જેમાં તે પ્રથમવાર પોતાની લાડલી સુહાના ખાન સાથે સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મ 2026મા રિલીઝ થવાની છે.