શૂઝ રાખવા માટે આ કોમેડિયને ખરીદ્યું 3Bhk અપાર્ટમેન્ટ, એક સમયે પહેરવા પડતા કોઈના આપેલા કપડા


Krushna Abhishek: ફિલ્મી દુનિયા એવી છે જ્યાં કોઈનો સિક્કો ચાલી જાય તો તે રાતોરાત સ્ટાર બની જાય છે. જેમકે કોમેડિયન કૃષ્ણા અભિષેક. કોમેડી શરુ કર્યા પછી કૃષ્ણા અભિષેકનો સમય બદલ્યો અને હવે હાલ એવા છે કે તેણે પોતાના શૂઝ રાખવા માટે 3 bhk ઘર ખરીદ્યું છે... 

શૂઝ રાખવા માટે આ કોમેડિયને ખરીદ્યું 3Bhk અપાર્ટમેન્ટ, એક સમયે પહેરવા પડતા કોઈના આપેલા કપડા

Krushna Abhishek: એક્ટર અને કોમેડિયન કૃષ્ણા અભિષેક પોતાની કોમેડી માટે દુનિયાભરમાં ફેમસ થઈ ગયો છે. કોમેડિયન કૃષ્ણ અભિષેક ડિઝાઇનર શુઝ અને ફેશનેબલ કપડાનો શોખીન છે. તેની પાસે શૂઝ અને કપડાનું એટલું મોટું કલેક્શન છે કે તેણે આ બધી વસ્તુ રાખવા માટે 3 બીએચકે અપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આ વાતનો ખુલાસો તાજેતરમાં કૃષ્ણા અભિષેકે પોતે જ કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે વર્ષમાં બે વખત પોતાના કલેક્શનને અપડેટ કરે છે.

Add Zee News as a Preferred Source

તાજેતરમાં કૃષ્ણા અભિષેક અર્ચના પુરણ સિંહની youtube ચેનલ પર આવ્યો હતો. આ મુલાકાત દરમિયાન કૃષ્ણા અભિષેકે તેના શોખ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેના શૂઝનું કલેક્શન એટલું મોટું છે કે તેને સ્ટોર કરવા માટે તેણે અલગથી પ્રોપર્ટી ખરીદી છે. કૃષ્ણા અભિષેકે જણાવ્યું કે તેણે એક ઘર ખરીદ્યું છે અને તેને બુટિકમાં બદલી દીધું છે. 

અર્ચના અને પરમીટ સેઠી કૃષ્ણા અભિષેકની આ વાત સાંભળીને દંગ રહી જાય છે. કૃષ્ણ અભિષેકે કપડાં અને શૂઝ રાખવા માટે 3 બીએચકે ફ્લેટ ખરીદ્યો છે. સાથે જ કૃષ્ણએ એવું પણ કહ્યું કે તે દર છ મહિને પોતાનું કલેક્શન અપડેટ કરે છે. 

આ વીડિયોમાં કૃષ્ણ અભિષેકે એવી વાત પણ કહી હતી કે જ્યારે તે કોલેજમાં હતો ત્યારે બધા લોકો બ્રાન્ડેડ કપડાં પહેરતા હતા પણ તેને બ્રાન્ડ વિશે ખબર પણ ન હતી. તેણે એવું પણ કહ્યું કે તેણે પોતાના મામાના દીધેલા કપડાં પહેર્યા હતા. ઘણા વર્ષો સુધી તે તેના મામાના જ કપડાં અને જેકેટ પહેરતો હતો. અને આજે હવે તેનો એવો સમય આવ્યો છે કે તેને કપડાં અને શુઝ રાખવા માટે થ્રી બીએચકે ફ્લેટ ખરીદ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news