ગુસ્સામાં નાના પાટેકરે કર્યું ભયંકર ખરાબ વર્તન, જુઓ VIDEO

નાના પાટેકરનો લેટેસ્ટ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે

ગુસ્સામાં નાના પાટેકરે કર્યું ભયંકર ખરાબ વર્તન, જુઓ VIDEO

નવી દિલ્હી : હાલમાં તનુશ્રી દત્તાએ જ્યારે નાના પાટેકર પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. આ પછી બોલિવૂડના અનેક કલાકાર, નિર્માતા અને નિર્દેશક આ મામલે પોતાનો મત વ્યક્ત કરી ચૂક્યા છે. કેટલાક લોકો તનુશ્રીને સપોર્ટ કરી રહ્યા છે અને કેટલાક લોકો એની સામે શંકા વ્યક્ત કરી રહ્યા છે. આ આરોપ પછી નાના પાટેકરના વકીલે નિવેદન જાહેર કર્યું હતું. જોકે, નાનાનું વર્તન કંઈ બીજું જ કહી દીધું છે. 

નાના હાલમાં તેની આગામી ફિલ્મ 'હાઉસફુલ 4'ના શૂટિંગમાં વ્યસ્ત છે અને સમય મળતા જ મીડિયા સાથે વાતચીત કરશે. નાના પાટેકરે જણાવ્યું હતું કે મુંબઈ આવતા જ તે સૌથી પહેલાં પ્રેસ કોન્ફરન્સ કરશે. જોકે, શનિવારે જ્યારે નાના પાટેકરનો સામનો પ્રેસ સાથે થયો ત્યારે તેનું વર્તન બહુ ખરાબ હતું. નાનાને જ્યારે મીડિયાએ સવાલો કર્યા ત્યારે ગુસ્સામાં નાનાએ મીડિયા સાથે બહુ ખરાબ વર્તન કરીને પોતાની તોછડાઈનો પરિચય આપ્યો હતો. 

A post shared by Bollywood (@filmyhaiboss) on

પોતાની સાથે જાતીય સતામણી કર્યાંનો પીઢ બોલીવૂડ અભિનેતા નાના પાટેકર વિરુદ્ધ આરોપ મૂકનાર અભિનેત્રી તનુશ્રી દત્તાએ શનિવારે મોડી સાંજે એક નિવેદનમાં કહ્યું હતું કે પાટેકરના વકીલ તરફથી પોતાને હજી સુધી કોઈ કાનૂની નોટિસ મળી નથી. નિવેદનમાં તનુશ્રીએ એમ પણ જણાવ્યું છે કે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને હું પણ મારો બચાવ કરવા માટે મારાં વકીલોની ટીમ તૈયાર કરી રહી છું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news