Love Aaj Kal Trailer: કરિયરની ત્રીજી ફિલ્મમાં સારાનો બોલ્ડ અવતાર, કાર્તિક સાથે કર્યો લિપલોક સીન

Love Aaj Kal Trailer: અભિનેત્રી સારા અલી ખાનની અપકમિંગ ફિલ્મ લવ આજ કલનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં સારા અલી ખાન, કાર્તિક આર્યન અને આરૂષિ શર્માની ફ્રેશ જોડી જોવા મળી રહી છે.  

Updated By: Jan 17, 2020, 05:03 PM IST
 Love Aaj Kal Trailer: કરિયરની ત્રીજી ફિલ્મમાં સારાનો બોલ્ડ અવતાર, કાર્તિક સાથે કર્યો લિપલોક સીન

નવી દિલ્હીઃ અભિનેત્રી સારા અલી ખાનની અપકમિંગ ફિલ્મ લવ આજ કલનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં સારા અલી ખાન, કાર્તિક આર્યન અને આરૂષિ શર્માની ફ્રેશ જોડી જોવા મળી રહી છે. ફિલ્મમાં સારા અને કાર્તિકની જોડીને ઘણી જગ્યા મળી છે અને બંન્નેની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી શાનદાર લાગી રહી છે. જૂની કહાનીમાં નવા ચહેરા સિવાય ફિલ્મમાં સારા અલી ખાનની બોલ્ડનેસની ઝલક પણ જોવા મળી રહી છે. 

કાર્તિકની સાથે સારાનો લિપલોક સીન
કેદારનાથ અને સિમ્બા બાદ લવ આજ કલમાં સારા મોર્ડન વેસ્ટર્ન લુકમાં જોવા મળી રહી છે. તે કરિયર કરિયર ઓરિએન્ટેડ મોર્ડન યુવતીની ભૂમિકામાં ખુબ બોલ્ડ જોવા મળી રહી છે. કાર્તિક સંગ તેનો લિપલોક સીન પણ ટ્રેલરમાં દેખાડવામાં આવ્યો છે. આ પહેલા સારા કેદારનાથ અને સિમ્બામાં જોવા મળી હતી. પોતાની ત્રીજી ફિલ્મમાં સારાએ બોલ્ડનેસનો તડકો લગાવતા રોમેન્ટિક ડ્રામા કર્યો છે. 

ફિલ્મમાં સારા અલી ખાન અને કાર્તિક આર્યનની જોડી સિવાય કાર્તિકની વધુ એક જોડી આરુષિ શર્માની સાથે દેખાડવામાં આવી છે. બે અલગ-અલગ જનરેશનની કહાનીને દિગ્દર્શક ઇમ્તિયાઝ અલીએ નવા ચહેરાની સાથે રજૂ કરી છે. 

મહત્વનું છે કે આ ફિલ્મ 2009માં આવેલી સેફ અલી ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ લવ આજ કલની જ કોપી છે. લવ આજ કલની સાથે જ સારા અને કાર્તિકની જોડી પ્રથમવાર પડદા પર આવી રહી છે. રિપોર્ટ્સ છે કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંન્નેને પ્રેમનો ચશ્કો પણ લાગ્યો હતો. બંન્નેને ઘણીવાર સાથે સ્પોટ કરવામાં આવ્યા. પરંતુ હવે બંન્નેના બ્રેકઅપના સમાચાર પણ છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube