નવી દિલ્હી : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) વિભાગે તેલુગુ ફિલ્મના સુપરસ્ટાર મહેશ બાબુના બેંક ખાતાઓની સર્વિસ રોકીને વસુલી માટે સીલ કરી દીધા છે. આ મામલાની જાણકારી આપતા નિવેદન કરવામાં આવ્યું છે કે મહેશ બાબુએ 2007-08 દરમિયાન બ્રાન્ડ એમ્બેસેડર, એક્ટિંગ અને એડ દ્વારા જે કમાણી કરી છે એના પર સર્વિસ ટેક્સ નથી ચુકવ્યો જેના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિભાગે કહ્યું છે કે મહેશ બાબુ પર કુલ 18.5 લાખ રૂપિયા લેણાં નીકળે છે. આ પૈસાની વસુલી માટે જીએસટી વિભાગે મહેશ બાબુના એક્સિસ બેંક અને આઇસીઆઇસીઆઇ બેંક ખાતાઓને 73.5 લાઆખ રૂપિયાની રકમ માટે જપ્ત કરી લીધા છે. આમાં કર, વ્યાજ અને દંડ શામેલ છે. 


એક અધિકારીના જણાવ્યા પ્રમાણે મહેશ બાબુને કોઈપણ એપેલેટ ઓથોરિટી પાસેથી કોઈ જ પ્રકારની રાહત મળી શકી નહોતી. જ્યાં સુધી એ પોતાના પર લેણી નીકળતી તમામ રકમનું ચૂકવણું નહીં કરે ત્યાં સુધી એ પોતાનાં બેન્ક અકાઉન્ટ્સનો ઉપયોગ નહીં કરી શકે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...