સંજુબાબા વિશે મહેશ ભટ્ટનો મોટો ખુલાસો, 'તે સવારે ઉઠતો હતો ત્યારે કોગળા પણ.....'

ફિલ્મમેકર મહેશ ભટ્ટનું કહેવું છે અભિનેતા સંજય દત્ત માટે નશાની લતમાંથી બહાર આવવું ખુબ જ મુશ્કેલ હતું. 

સંજુબાબા વિશે મહેશ ભટ્ટનો મોટો ખુલાસો, 'તે સવારે ઉઠતો હતો ત્યારે કોગળા પણ.....'

નવી દિલ્હી: ફિલ્મમેકર મહેશ ભટ્ટનું કહેવું છે અભિનેતા સંજય દત્ત માટે નશાની લતમાંથી બહાર આવવું ખુબ જ મુશ્કેલ હતું. મહેશ ભટ્ટે રવિવારે આ અંગેની ટ્વિટ કરી હતી. એક સમય એવો પણ હતો જ્યારે તે સવારે ઉઠતા જ સૌથી પહેલા હેરોઈન અંગે વિચારતો હતો. મને અને પૂજા ભટ્ટ ( મહેશ ભટ્ટની પુત્રી અને અભિનેત્રી ફિલ્મ નિર્માતા)ને 'ભટ્ટ નેચરલી' (રેડીયો શો) પર નશીલા પદાર્થોની લત પર વાત કરતા સાંભળો.

અત્રે જણાવવાનું કે મહેશ ભટ્ટની પુત્રી અને અભિનેત્રી પૂજા ભટ્ટ પણ દારૂની પોતાની લત અંગે અનેકવાર વાત કરી ચૂકી છે. આ શોમાં મહેશ ભટ્ટ સાથે પુત્રી પણ હોસ્ટ બનીને જોવા મળે છે. પૂજા ભટ્ટ પોતે એ વાતનો ખુલાસો કરી ચૂકી છે કે તે શરાબની લત સામે ખરાબ રીતે ઝઝૂમી રહી હતી અને હવે તે દૂર થવાની કોશિશ કરી રહી છે. 

— Mahesh Bhatt (@MaheshNBhatt) January 7, 2018

સંજય દત્ત કબ્જા, સડક, દુશ્મન જેવી ફિલ્મો માટે મહેશ ભટ્ટના સહ સ્વામીત્વવાળી વિશેષ ફિલ્મ્સ સાથે કામ કરી ચૂક્યો છે. ગત વર્ષે પૂજાએ જણાવ્યું હતું કે તે સડક-2 પર કામ કરી રહી છે. આ ફિલ્મ વર્ષ 1991માં આવેલી હીટ ફિલ્મ સડકની સીક્વલ છે. તેણે કહ્યું કે અમે સડક-2 બનાવી રહ્યાં છીએ. જેમાં અમે સંજય દત્તના વાસ્તવિક અને વર્તમાન સમયને દર્શાવી રહ્યાં છીએ. આ ફિલ્મમાં અમે ડીપ્રેશન પર કામ કરી રહ્યાં છીએ પરંતુ અમે એક વ્યવસાયિક ફિલ્મ બનાવી રહ્યાં છીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news