close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

આ વાતને કારણે હવામાં ઉડી રહ્યો છે આયુષ્યમાન, કહ્યું મારો તો લાગી ગયો જેકપોટ 

હાલમાં આયુષ્યમાન પોતાની આગામી ફિલ્મ ગુલાબો સિતાબોનું શૂટિંગ કરી રહ્યો છે

Updated: Jul 9, 2019, 04:55 PM IST
આ વાતને કારણે હવામાં ઉડી રહ્યો છે આયુષ્યમાન, કહ્યું મારો તો લાગી ગયો જેકપોટ 

નવી દિલ્હી : આયુષ્યમાન ખુરાના હાલમાં પોતાની પોતાની ફિલ્મ આર્ટિકલ 15ના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ બોક્સઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. આ ફિલ્મ પછી આયુષ્યમાન પોતાની આગામી ફિલ્મ ગુલાબો સિતાબોનું શૂટિંગ કરી રહ્યો છે. હાલમાં આ ફિલ્મ વિશે નિવેદન આપતા આયુષ્યમાને કહ્યું છે કે આ ફિલ્મ તો તેને માટે જેકપોટ જેવી છે.

ફિલ્મમેકર સુજીત સરકારની આ ફિલ્મમાં આયુષ્યમાનને અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની તક મળી છે અને એ માટે તે બહુ ઉત્સાહિત છે. આયુષ્યમાન બાળપણથી જ બિગ બીનો મોટો ચાહક રહ્યો છે અને તે બિગ બી સાથે શૂટિંગ કરવા માટે ઉત્સાહિત છે. સુજિત સરકારે પોતાને આ તક આપી એ માટે આયુષ્યમાન સુજિનનો પણ આભારી છે. 

આયુષ્યમાને તેની કરિયરમાં સૌથી પહેલીવાર સુજિત સાથે વિકી ડોનરમાં કામ કર્યું હતું અને ત્યારથી તેમની વચ્ચે ખાસ બોન્ડ છે. બિગ બી સાથે ગુલાબો સિતાબોમાં કામ કરવાના પોતાના અનુભવ વિશે આયુષ્યમાને કહ્યું છે કે મારા માટે એક જેકપોટ છે. આ વાત સાચી છે કે ખોટી એ ચેક કરવા હું હજી જાતને ચુંટલી ખણી રહ્યો છું. હું આ ફિલ્મમાં અમિતાભ સાથે કામ કરવાના વિચારથી રોમાંચિત છું. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...