મલાઇકાએ પોતાની પ્રેગનન્સી સમયનો એક મોટો રાઝ કર્યો જાહેર, ટોક શોમાં ખુલ્લેઆમ કહ્યું કે....

અર્જુન કપૂર સાથેની રિલેશનશીપને કારણે હાલમાં ચર્ચામાં આવેલી મલાઇકાએ ગણતરીના વર્ષો પહેલાં પતિ અરબાઝ ખાન પાસેથી ડિવોર્સ લઈ લીધા છે

Updated By: Nov 7, 2019, 03:11 PM IST
મલાઇકાએ પોતાની પ્રેગનન્સી સમયનો એક મોટો રાઝ કર્યો જાહેર, ટોક શોમાં ખુલ્લેઆમ કહ્યું કે....

મુંબઈ : ફિલ્મોથી દૂર હોવા છતાં બોલિવૂડ સ્ટાર મલાઈકા અરોરાએ બોલિવૂડમાં પોતાની ઓળખ જાળવી રાખી છે. મલાઈકા હાલમાં જ નેહા ધૂપિયાના ચેટ શોમાં પહોંચી હતી અને એમાં તેણે પોતાની પ્રેગનન્સીથી માંડીને લગ્નના પ્લાનિંગ વિશે વાત કરી છે. મલાઈકાએ કહ્યું કે, “હું પ્રેગ્નેન્ટ હતી ત્યારે પણ મેં કામ કરવાનું ચાલુ રાખ્યું હતું અને ડિલિવરીના 40 દિવસ પછી ફરીથી કામ પર જવાનું શરૂ કર્યું હતું. મેં મારા બાળક માટે 40 દિવસનો બ્રેક લીધો હતો કારણકે મારી મમ્મીનો આ માટે બહુ આગ્રહ હતો. ડિલિવરીના 40 દિવસ બાદ જ મેં શૂટિંગ શરૂ કર્યું હતું.”

મલાઈકાએ કહ્યું કે, કરિયરના શરૂઆતના દિવસોમાં મને ડાર્ક સ્કિનની કેટેગરીમાં રાખવામાં આવી હતી. એ વખતે ઘઉંવર્ણી ત્વચા હોય તેમના પ્રત્યે પક્ષપાતભર્યું વર્તન કરવામાં આવતું હતું. લોકો ગોરી સ્કિન અને ડાર્ક સ્કિનના લોકો વચ્ચે ભેદભાવ કરતા હતા. મલાઈકાએ પોતાના કરિયરની શરૂઆત વિડીયો જોકી તરીકે કરી હતી. ત્યારબાદ તે ઘણા ડાન્સ વીડિયો અને ફિલ્મોમાં જોવા મળી હતી. 

મલાઈકા અરોરા આજકાલ અર્જુન કપૂર સાથેની રિલેશનશીપના કારણે ચર્ચામાં છે. હાલમાં જ મલાઈકા પોતાના ડ્રીમ વેડિંગ વિશે પણ ચર્ચા કરી હતી. લગ્ન અંગે વાત કરતાં મલાઈકાએ કહ્યું કે મારા લગ્ન દરિયાકિનારે થશે અને બધી જ સજાવટ સફેદ રંગની હશે. મારા લગ્નમાં મારે દરેક વસ્તુ સફેદ રંગની જોઈએ છે. બ્રાઈડમેટ્સ મારી ગર્લગેંગ હશે. મને બ્રાઈડ્સમેટ્સનો કોન્સેપ્ટ ખૂબ પસંદ છે. નેહા ધૂપિયા સાથે મલાઈકાએ અર્જુન કપૂર વિશે પણ વાત કરી. મલાઈકાએ કહ્યું અર્જુનને લાગે છે કે હું સારી તસવીરો ક્લિક નથી કરતી. જ્યારે તે મારી સારી તસવીરો ક્લિક કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...