Confirm : સોનમ કપૂર કરવાની છે લગ્ન ! સમય અને સ્થળ જાણવા કરો ક્લિક

સોનમ કપૂર અને આનંદ આહુજા લગ્નના બંધનમાં બંધાઈ શકે છે

Confirm : સોનમ કપૂર કરવાની છે લગ્ન ! સમય અને સ્થળ જાણવા કરો ક્લિક

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર અને આનંદ આહુજા છેલ્લા બે વર્ષથી એકબીજાની સાથે છે. હવે ખબર પડી છે કે બંનેએ જૂન મહિનામાં લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો છે. સોનમ અનેકવાર સોશિયલ મીડિયામાં આનંદ સાથેની પોતાની તસવીર શેયર કરે છે અને બંને સાથે રજાઓ ગાળવા માટે જાય છે.

વેબસાઇટ બોલિવૂડ લાઇફ.કોમમાં પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે સોનમ અને આનંદ જૂન મહિનામાં લંડન ખાતે લગ્ન કરી શકે છે. સોનમ પણ અનુષ્કા અને વિરાટની જેમ ડેસ્ટિનેશનલ વેડિંગ કરવાનું પસંદ કરશે. રિપોર્ટ પ્રમાણે સોનમ પોતાની ફિલ્મ 'વીરે દી વેડિંગ'ની રિલીઝ પછી આનંદ સાથે સાત ફેરા લેશે અને લંડનમાં આ લગ્ન આટોપવામાં આવશે. જોકે આ લગ્ન વિશે કોઈના પરિવારે સ્પષ્ટ જાહેરાત નથી કરી. 

આહુજા તથા કપૂર પરિવારે લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સોનમ પણ લગ્નની તૈયારીમાં લાગી ગઈ છે. સોનમે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે લગ્નની સૌથી સારી વાત એ છે કે આ પ્રસંગે બે પરિવારના સભ્યો અને ફ્રેન્ડ્સ એક જ છત નીચે આવે છે. તેને લગ્નની તૈયારીઓથી લઈ સાજ-શણગાર કરવો ઘણો જ પસંદ છે. આનંદ આહુજા ફેશન બ્રાન્ડ Bhaneનો માલિક છે. તેણે વ્હાર્ટન બિઝનેસ સ્કૂલ(યુએસ)માંથી અભ્યાસ કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news