)
બોલીવુડની સદાબહાર અભિનેત્રી રેખા દાયકાઓથી હિન્દી સિનેમાની સાથે સાથે પોતાના ફેન્સના હ્રદય ઉપર પણ રાજ કરે છે. અભિનેત્રી હંમેશા પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પણ પર્સનલ લાઈફને લઈને ખુબ ચર્ચામાં રહે છે. તેમના વિશે મીડિયામાં કઈક ને કઈક ચર્ચાતું રહેતું પરંતુ આમ છતાં તેમની લાઈફ હંમેશા સીક્રેટ જ રહી. ફેન્સ તેમના વિશે વધુ જાણી શક્યા નહી. તેમની ફિલ્મી ઓળખ જેટલી મજબૂત છે તેના કરતા તેમની પર્સનલ લાઈફ વધુ લાઈમલાઈટમાં રહી.
રેખાના નામ અનેક હસ્તીઓ સાથે જોડાયા
રેખાના અનેક હસ્તીઓ સાથે નામ જોડાયા હતા. સૌથી વધુ ચર્ચા તેમની અને અમિતાભ બચ્ચન વચ્ચેની મિત્રતાની રહી. થોડા સમય માટે અક્ષયકુમાર સાથે પણ નામ જોડાયું હતું. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે રેખાનું નામ માત્ર ભારતીય કલાકારો સાથે જ નહીં પરંતુ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને ત્યારબાદ પ્રધાનમંત્રી બનેલા ઈમરાન ખાન સાથે પણ જોડાયું હતું. એવું કહેવાય છે કે એક દૌરમાં રેખા અને ઈમરાન ખાનના સંબંધો વિશે બોલીવુડ અને મીડિયામાં ખુબ ચર્ચાઓ થઈ હતી.
રેખા-ઈમરાન ખાનના લગ્ન થવાના હતા?
અફવાઓ તો એ હદે ફેલાવા લાગી હતી કે બંને જલદી લગ્ન કરવાના છે. 1992નો સમય હતો જ્યારે પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ જીતી ચૂકી હતી અને ઈમરાન ખાન તે ટીમના કેપ્ટન હતા. તે સમયે ઈમરાન ખાન પોતાની પર્સનાલિટી અને લૂક્સના કારણે મહિલાઓ વચ્ચે ખુબ લોકપ્રિય હતા. બોલીવુડજની અનેક અભિનેત્રીઓ પણ તેમની ફેન હતી. આ બધા વચ્ચે રેખા સાથે પણ તેમનું નામ ચર્ચાયું. તે સમયના ફેમસ અખબાર સ્ટારમાં છપાયેલા એક રિપોર્ટે બધાને ચોંકાવી દીધા. રિપોર્ટમાં દાવો કરાયો કે ઈમરાન ખાન અને રેખાના લગ્ન થવાના છે. 
સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચ્યો હતો
રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે ફિલ્મ મેગેઝીન મૂવીએ આ અંગે જાણકારી આપી છે. આ રિપોર્ટ સામે આવતા જ સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ હતી. જો કે રેખાએ ક્યારેય કોઈ નિવેદન ન આપ્યું. એવું કહેવાય છે કે તેમની માતા પણ ઈમરાન ખાનને ખુબ પસંદ કરતા હતા અને તેમના સંબંધોના પક્ષમાં હતા. એમ પણ કહેવાય છે કે જ્યારે મુંબઈમાં એક સી બીચ પર રેખા અને ઈમરાન ખાન સાથે જોવા મળ્યા ત્યારે આ સમાચાર પાક્કા જણાવવા લાગ્યા હતા. ત્યારે લોકોએ એમ પણ માનવાનું શરૂ કરી દીધુ હતું કે બંનેનું અફેર ચાલે છે.
માતાને મંજૂર હતો સંબંધ!
સ્ટાર અખબારના રિપોર્ટમાં તો એટલે સુદ્ધા લખવામાં આવ્યું હતું કે રેખાના માતાએ જ્યોતિષ પાસેથી બંનેના સંબંધ વિશે મત મેળવ્યો હતો. એવું કહેવાય છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં ઈમરાન ખાનને પોતાના જમાઈ બનાવવા માંગતા હતા. જો કે આ સંબધ ક્યારેય લગ્ન સુધી પહોંચી શક્યો નહીં. ઈમરાન ખાનનું નામ માત્ર રેખા જ નહીં પરંતુ બોલીવુડની અન્ય અભિનેત્રીઓ જેમ કે ઝીન્નત અમાન, અને શબાના આઝમી સાથે પણ જોડાયું હતું. પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમનો જવાબ ચોંકાવનારો હતો. એક જૂના ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે તેમને અભિનેત્રીઓ સાથે સમય વિતાવવો ગમે છે. જો કે તેઓ ક્યારેય કોઈ અભિનેત્રી સાથે લગ્ન ન કરી શકે. તેમના આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું કે રેખા અને ઈમરાન ખાનના લગ્નના સમાચાર ફક્ત એક અફવા હતી.
અત્યારની વાત કરીએ તો ઈમરાન ખાન 3 લગ્ન કરી ચૂક્યા છે અને તેમની પર્સનલ લાઈફ પણ હંમેશા ચર્ચામાં રહે છે. જ્યારે રેખા પોતાના પહેલા લગ્ન તૂટ્યા બાદથી હજુ સુધી સિંગલ જ છે. જો કે તેમનું નામ આજે પણ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે જોડાય છે. રેખા અને ઈમરાન ખાનની કહાની ભલે અધૂરી રહી ગઈ પરંતુ આ કિસ્સો આજે પણ ઈન્ડસ્ટ્રીમાં સૌથી ચર્ચિત અફવાઓમાંથી એક ગણાય છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ અને ઈન્ટરનેટ પર ઉપલબ્ધ જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)