આ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની નવી સોનુ, કોણ છે? જાણવા કરો ક્લિક
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં છેલ્લાં થોડાં સમયથી સોનુ (સોનાલિકા ભીડે) દેખાતી નહોતી. સોનુનો રોલ કરતી નિધિ ભાનુશાલીએ આ શો છોડી દીધો છે.
મુંબઈ : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં છેલ્લાં થોડાં સમયથી સોનુ (સોનાલિકા ભીડે) દેખાતી નહોતી. સોનુનો રોલ કરતી નિધિ ભાનુશાલીએ આ શો છોડી દીધો છે. હવે, શોમાં નવી સોનુ જોવા મળશે. ચર્ચા છે કે ટીવી એક્ટ્રેસ પલક સિધવાણી આ રોલ પ્લે કરશે. પલકે શોર્ટ ફિલ્મ્સ તથા જાહેરાતોમાં કામ કર્યું છે. આ ઉપરાંત વેબસીરિઝ ‘હોસ્ટેજ’માં પણ કામ કર્યું છે. સોનુના રોલ માટે ઘણાં જ ઓડિશન્સ લેવામાં આવ્યા હતાં અને મોક શૂટ પણ કરવામાં આવ્યાં હતાં. અંતે, પલકને આ રોલ માટે પસંદ કરવામાં આવી છે. સૂત્રોના મતે, પલકે આ શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે.
‘ટપ્પુ સેના’ની મેમ્બર સોનુ ભીડેનું પાત્ર પહેલાં નિધિ ભાનુશાળી ભજવતી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, નિધિ ભણવાનું પૂરું કરવા માટે શોને બાય-બાય કહી દીધું છે. નિધિ હાલ મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી બીએ કરે છે અને ભણવામાં હોંશિયાર છે. નિધિ ભણતર પર ધ્યાન આપવા માગે છે જેથી કરીને સારી રીતે ગ્રેજ્યુએશન પૂરું કરીને કરિયરની વધુ ઊંચાઈએ લઈ જઈ શકે. આ સંજોગોમાં નિધિનું રિપ્લેસમેન્ટ શોધવાની ફરજ પડી રહી છે.
નિધિ પહેલાં આ રોલ ઝીલ મહેતા ભજવતી હતી. ઝીલે નવ વર્ષની ઉંમરે 'તારક મહેતા..'માં કામ કરવાની શરૂઆત કરી હતી. ઝીલે લગભગ સાડા ચાર વર્ષ સુધી આ શોમાં કામ કર્યું હતું. જોકે, તે એક્ટિંગને બદલે અભ્યાસ પર ધ્યાન આપવા માગતી હતી. આથી જ 14 વર્ષની ઉંમરે તેણે આ શો છોડવાનું નક્કી કર્યું હતું.