એક ડીલ અને રાતોરાત માલામાલ થઈ ગઈ 35 વર્ષની આ ટોપ હસીના, દીપકા-કેટરીના જ નહીં પ્રિયંકા ચોપડા પણ થઈ ગઈ ફેલ
Tamannaah Bhatia: 35 વર્ષની આ હસીનાના હાથમાં એવી ડીલ મળી છે. જ્યારબાદ તે વધારે માલામાલ બની ગઈ છે. આ ડીલ એટલી મોટી છે કે આ ડીલ પછી તેના ખિસ્સામાં સીધા 6.2 કરોડ રૂપિયા આવી ગયા.
Trending Photos
Tamannaah Bhatia Soap Deal: સાઉથથી બોલિવૂડમાં આવેલી મિલ્કી બ્યુટી તરીકે જાણીતી તમન્ના ભાટિયા સાથે જોડાયેલા મોટા સમાચાર છે. અભિનેત્રી પાસે એવી ડીલ છે જેની સામે માત્ર દીપિકા-કેટરિના જ નહીં પણ પ્રિયંકા પણ ફેલ છે. આ ડીલ 2 વર્ષ અને 2 દિવસ માટે છે. જેના માટે તેને લગભગ 6.2 કરોડ રૂપિયા મળશે. આ આખી ડીલ શું છે તે જાણીને તમને પણ આશ્ચર્ય થશે.
તમન્ના ભાટિયાની એક્સપેન્સિવ ડીલ
કર્ણાટક સરકારે તમન્ના ભાટિયાને મૈસુર સેન્ડલ સાબુની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. ખાસ વાત એ છે કે, આ સાબુ નવો નથી પણ વર્ષો જૂનો છે. હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર આ સાબુનું ઉત્પાદન વર્ષ 1916થી થઈ રહ્યું છે. જ્યારે મૈસુરના રાજા કૃષ્ણ રાજા વાડિયાર IVએ 1900ના દાયકાની શરૂઆતમાં બેંગલુરુમાં એક સરકારી સાબુ ફેક્ટરી સ્થાપી હતી. કર્ણાટક સોપ્સ એન્ડ ડિટર્જન્ટ્સ લિમિટેડ (KSDL) દ્વારા ઉત્પાદિત આ સાબુ કર્ણાટકમાં સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. જેનો ચહેરો હવે તમન્ના ભાટિયાને બનાવવામાં આવી છે.
મૈસુર સેન્ડલ સોપની એમ્બેસેડર બની તમન્ના
કર્ણાટક સરકારે આ અંગે એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, '1999ની કલમ 4(G) હેઠળ કોમર્સ ઈન્ડસ્ટ્રી એક્ટના આ અધિનિયમથી છૂટ આપે છે, જેથી તે તમન્ના ભાટિયાને કર્ણાટક સોપ્સ એન્ડ ડિટર્જન્ટ્સ લિમિટેડ (KSDL)ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરી શકે છે. આ નિયુક્તિ બે વર્ષ અને બે દિવસ માટે હશે, જેનો કુલ ખર્ચ રૂ. 6.2 કરોડ છે.' આ નોટિફિરેશન વાયરલ થતાં જ લોકોએ કર્ણાટક સરકારના આ નિર્ણય પર પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કરી દીધું.
We're thrilled to welcome the iconic Ms Tamannaah Bhatia (@tamannaahspeaks) as the brand ambassador for Mysore Sandal Soap! A symbol of grace and versatility, Tamannaah perfectly mirrors the legacy, purity, and timeless appeal of our heritage brand
.
.#Ksdl #BrandAmbassador pic.twitter.com/TQe2tjeY4O
— House Of Mysore Sandal (@MysoreSandalIn) May 22, 2025
પ્રશ્નો ઉઠવા લાગ્યા તો આપવી પડી સફાઈ
લોકોનું કહેવું છે કે, આખરે તે આ માટે કોઈ કન્નડ અભિનેતાને લઈ શકતા હતા. આનો જવાબ આપતા એમબી પાટીલે લખ્યું કે, 'કર્ણાટક સોપ્સ એન્ડ ડિટર્જન્ટ્સ લિમિટેડ કન્નડ ઉદ્યોગનું સન્માન કરે છે. ત્યાં સુધી કે, કેટલીક કન્નડ ફિલ્મો પણ બોલીવુડ ફિલ્મોને જોરદાર ટક્કર આપી રહી છે. મૈસુર સેન્ડલ સાબુ કર્ણાટકમાં એક મહાન બ્રાન્ડ છે. આ સાબુનો લક્ષ્ય કર્ણાટકની બહારના બજારોમાં પ્રવેશવાનો છે.
બજારના નિષ્ણાતો સાથે ઘણી ચર્ચા-વિચારણા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈપણ બ્રાન્ડ એમ્બેસેડર પસંદ કરતી વખતે ઘણા પાસાઓ ધ્યાનમાં લેવામાં આવે છે. જેમ કે સોશિયલ મીડિયાની હાજરી, ઉત્પાદન, ટાર્ગેટ ઓડિયન્સ, માર્કેટ ફિટ અને રિસર્ચ. KSDLનો ટાર્ગેટ 5000 કરોડ વાર્ષિક આવક 2028 સુધી પહોંચવાનો છે. રિપોર્ટ્સનું માનીએ તો અભિનેત્રીની કુલ સંપત્તિ રૂ. 120 કરોડ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે