close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રણબીરની આ હિરોઇન કરી રહી છે અજબ કામ, સપનામાં પણ વિચારી નહીં શકો

2005માં ફિલ્મ 'યહાં'થી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરનાર મિનિષાએ 'કોર્પોરેટ', 'હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ' અને 'દસ કહાનિયાં' જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે.

Updated: Jul 21, 2019, 05:52 PM IST
રણબીરની આ હિરોઇન કરી રહી છે અજબ કામ, સપનામાં પણ વિચારી નહીં શકો

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ મિનિષા લાંબા લાંબા સમયથી બોલિવૂડમાંથી દૂર છે. 2005માં ફિલ્મ 'યહાં'થી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરનાર મિનિષાએ 'કોર્પોરેટ', 'હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ' અને 'દસ કહાનિયાં' જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે. જોકે તે બોલિવૂડમાં ખાસ કમાલ કરી શકી નહોતી. જોકે, 2008માં આવેલી ફિલ્મ 'બચના એ હસીનો'થી તેને ખાસ ઓળખ મળી પરંતુ પછી કોઇ સારી ફિલ્મ્સ ના મળવાથી તેની કરિયર જામી શકી નહોતી. આજે તે હવે પ્રોફેશનલ પોકર સેલિબ્રિટી પ્લેયર બની ગઈ છે.

મિનિષાએ ફ્લોપ ચાલી રહેલા ફિલ્મી કરિયર દરમિયાન લાસ વેગાસ (US)માં પોકર રમવાનું ચાલું કર્યું હતું. આ 7 વર્ષમાં તે ભારતની પહેલી એવી સેલિબ્રિટી છે. જે પ્રોફેશનલ પોકર પ્લેયર છે. મિનિષાએ પોકર વેબસાઇટ Adda52.comની દરેક ટુર્નામેન્ટ સાઇન કરી છે. તે અત્યાર સુધીમાં લાસ વેગાસમાં WPT 500 Aria Poker ટૂર્નામેન્ટ, ઇન્ડિયન પોકર ચેમ્પિયનશિપ, ડેલ્ટિન પોકર અને ગોવામાં યોજાયેલી અનેક પોકર ટુર્નામેન્ટ્સમાં ભાગ લઈ ચૂકી છે.

મિનિષાએ જણાવ્યું હતું કે, ‘બોલિવુડમાં મારા કરિયરે મને પાછળ ખેંચી લીધી કારણ કે મને તેવા રોલ નહોતા મળી રહ્યા જેવા હું કરવા માગતી હતી. પોકર વિશે મને મારા ફ્રેન્ડે જણાવ્યું હતું. શરૂઆતમાં તો હું તેનાથી દૂર રહેતી હતી જો કે મને આ ગેમ આવડી જતા તેમાં હું એક્સપર્ટ થઈ ગઈ છું. જો મને હજુ પણ બોલિવૂડમાં સારા રોલ મળશે તો જરૂર કરવા ઈચ્છીશ’.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....