AR Rehman: લોકપ્રિય મ્યુઝીક કંપોઝર એ આર રહેમાન હોસ્પિટલમાં દાખલ, છાતીમાં દુખાવાની હતી ફરિયાદ
AR Rehman In Hospital: જાણીતા ગાયક અને સંગીતકાર એ આર રહેમાનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તેમની તબિયત લથડતા તેમને ચેન્નઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Trending Photos
AR Rehman In Hospital: જાણીતા મ્યુઝિક કંપોઝર, ગાયક એ આર રહેમાનને ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રવિવારે સવારે તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ થઈ હતી ત્યારબાદ તેમને ચેન્નઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જાણવા મળતી માહિતી અનુસાર એ આર રહેમાનને સવારે 7.30 આસપાસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર દ્વારા તેમનું ઈસીજી અને ઈકોકાર્ડિયોગ્રામ સહિતના ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારબાદ તેમને દાખલ કરવામાં આવ્યા છે. ઓસ્કર વિનર સંગીતકારની સારવાર હાલ એક્સપર્ટની ટીમ હેઠળ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર એ આર રહેમાનનું એંજિયોગ્રામ કરવામાં આવી શકે છે.
એ આર રહેમાનને મ્યુઝિક વર્ડના કિંગ તરીકે ઓળખવામાં આવે છે. 4 વર્ષની નાની ઉંમરથી તેમણે મ્યુઝિક શીખવાની શરુઆત કરી દીધી હતી. એ આર રહેમાનના પિતા આર કે શેખર તમિલ અને મલયાલમ ફિલ્મોના પ્રખ્યાત મ્યુઝિક કંપોઝર હતા. રહેમાન તેના પિતાને મ્યુઝિકમાં આસિસ્ટ પણ કરી ચુક્યા છે.
મ્યુઝિક ઈંડસ્ટ્રીમાં એ આર રહેમાનનું મોટું યોગદાન છે. એ આર રહેમાનને અત્યારે સુધીમાં અનેક પુરસ્કારોથી સમ્માનિત કરવામાં આવ્યા છે. એ આર રહેમાને ઓસ્કર સિવાય નેશનલ ફિલ્મ એવોર્ડ, ગ્રેમી એવોર્ડ, ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સહિત પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યા છે.
થોડા સમય પહેલા જ એ આર રહેમાન પત્ની સાયરા બાનોથી અલગ થયા છે. વર્ષ 1995 માં એ આર રહેમાન અને સાયરા બાનોનો લગ્ન થયા હતા. 29 વર્ષ પછી બંને તલાક લઈ અલગ થયા છે. બંનેના 3 સંતાન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે