'સૈરાટ'ના ડાયરેક્ટરની સાથે કામ કરશે અમિતાભ બચ્ચન, સામે આવી ફિલ્મની રિલીઝ ડેટ

Updated By: Feb 19, 2019, 04:26 PM IST
'સૈરાટ'ના ડાયરેક્ટરની સાથે કામ કરશે અમિતાભ બચ્ચન, સામે આવી ફિલ્મની રિલીઝ ડેટ
(ફોટો સાભારઃ @AmitabhBachchan)

નવી દિલ્હીઃ અમિતાભ બચ્ચન સ્ટારિંગ ફિલ્મ 'ઝુંડ' આ વર્ષે 20 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. મરાઠી બ્લોકબસ્ટર ફિલ્મ સૈરાટથી પ્રખ્યાત થયેલા નાગરાજ મંજુલે આ ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં પોતાના  દિગ્દર્શનની ઈનિંગ શરૂ કરી રહ્યાં છે. 

ફિલ્મમાં બચ્ચન નાગપુરમાં રહેતા રમતના સેવાનિવૃત શિક્ષક વિજય બારસેની ભૂમિકામાં જોવા મળશે, જે ઝુપડપટ્ટીઓમાં ફુટબોલની રમત શરૂ કરે છે. નિર્માતા કંપની ટી-સિરીઝે ટ્વીટ કર્યું કે, બચ્ચન સ્ટારિંગ ફિલ્મ ઝુંડ 20 સપ્ટેમ્બર 2019ના રિલીઝ થશે. 

કૃષ્ણ કુમાર, રાજ હીરેમાથ, સવિતા રાજ હીરેમાથ, મંજુલે સિવાય તાંડવ ફિલ્મ એન્ટરટેઈનમેન્ટ તથા આતપાત પ્રોડક્શન ફિલ્મના સહનિર્માતા છે. 

વાંચો બોલીવુડના અન્ય સમાચારો