રિલીઝ થયું `દે દે પ્યાર દે`નું `ચલે આના`, ગીતમાં દેખાયો અજય-રકુલનો ઇમોશનલ અંદાજ!
આ નવા ગીતમાં અજય દેવગન તેનાથી 26 વર્ષ નાની રકુલ પ્રીત સિંહના પ્રેમની જુદાઈમાં ડુબેલો દેખાય છે
નવી દિલ્હી : અજય દેવગન ફરીવાર રોમેન્ટિક કોમેડી સાથે બોક્સઓફિસ પર ધમાલ મચાવવા આવી રહ્યો છે. તેની આગામી ફિલ્મ દે દે પ્યાર દેનું એક નવું ઇમોશનલ સોંગ 'ચલે આના' રિલીઝ થયું છે.
Trailer : ભારતના ઓસામાને પકડવા નીકળ્યો અર્જુન કપૂર !
આ નવા ગીતમાં અજય દેવગન તેનાથી 26 વર્ષ નાની રકુલ પ્રીત સિંહના પ્રેમની જુદાઈમાં ડુબેલો દેખાય છે. સામા પક્ષે રકુલ પણ બહુ બેચેન દેખાય છે. આ ગીત સેડ સોંગ નથી પણ બહુ ઇમોશનલ છે. આ ગીતને પ્લેબેક સિંગર અરમાન મલિકે ગાયું છે અને સંગીત અરમાનના ભાઈ અમાન મલિકે આપ્યું છે. આ ગીતના શબ્દો ગીતકાર કુણાલ વર્માએ લખ્યા છે અને એને ટી સીરીઝના મ્યુઝિક લેબલ હેઠળ લોન્ચ કરવામાં આવ્યું છે.