Rangtaari Song OUT: આયુષને મળ્યું કરિયરનું પહેલું બ્લોકબસ્ટર ગીત, જુઓ Video

આયુષ શર્માની પહેલી ફિલ્મ 'લવરાત્રિ'નું નવું ગીત 'રંગતારી' રિલીઝ થયું છે

Rangtaari Song OUT: આયુષને મળ્યું કરિયરનું પહેલું બ્લોકબસ્ટર ગીત, જુઓ Video

મુંબઈ : નવોદિત કલાકાર આયુષ શર્માની પહેલી ફિલ્મ 'લવરાત્રિ' નજીકના ભવિષ્યમાં રિલીઝ થવાની છે ત્યારે હાલમાં આ ફિલ્મનું ગીત સલમાન ખાને ટ્વિટર અને યુ ટ્યૂબ પર રિલીઝ કર્યું છે. 'રંગતારી' શબ્દો ધરાવતા આ ગીતની ધૂન એટલી જબરદસ્ત છે કે તમે નાચ્યા વગર નહીં રહી શકો. આ ગીતને દેવ નેગીએ ગાયું છે અને મ્યુઝિક આપ્યું છે તનિષ્ક બાગચીએ. આ ગીતના શબ્દો શબ્બીર અહમદે લખ્યા છે. 

સલમાન ખાનના પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ ‘લવરાત્રિ‘ની રિલીઝમાં હવે ગણતરીના અઠવાડિયાની જ વાર છે. આ ફિલ્મથી સલમાન પોતાના જીજાજી આયુષને લોન્ચ કી રહ્યો છે અને ફિલ્મની હિરોઇન છે વરીના હુસૈન. આ ફિલ્મના અત્યાર સુધી રિલીઝ થયેલા ‘છોગાળા‘ અને ‘અખ લડ જાવે’માં વરીના અને આયુષની જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. થોડા સમય પહેલાં ફિલ્મનું રોમેન્ટિક ગીત 'તેરા હુઆ' રિલીઝ થયું છે. આ ગીતમાં આયુષ અને વરીના વડોદરા શહેરમાં ફરતા દેખાય છે. આ શહેર ફરતાફરતા તેમની લવસ્ટોરી રંગ પકડે છે. 

ઉલ્લેખનીય છે કે, કેટલાક હિન્દુત સંગઠનોએ આ ફિલ્મના શિર્ષક સામે વાંધો ઉઠાવ્યો છે અને એવો આક્ષેપ કર્યો છે કે શિર્ષક હિન્દુ તહેવાર નવરાત્રિનું નામ બદનામ કરે છે. આ વિશે સ્પષ્ટતા કરતા સલમાને કહ્યું છે કે અમે આ ફિલ્મ નવરાત્રિ તહેવારને અનુલક્ષીને બનાવી રહ્યાં છીએ. અમે સંગીત, પ્રેમ તથા તહેવારની મોસમના આનંદની ઉજવણી કરતી આ સુંદર ફિલ્મ બનાવી છે. એક વાર આ ફિલ્મ રિલીઝ થઈ જશે પછી એ લોકોને પણ લાગશે કે આમાં કંઈ વાંધાજનક નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news