VIDEO: પ્રિયાએ ફરી મારકણી અદાથી મારી આંખ, જોઈને હ્રદય ધબકારા ચૂકી જશે

મલિયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. બહુ જલદી મલિયાલમ ફિલ્મ ઉરુ અદાર લવ (Oru Adaar Love)થી તે રૂપેરી પડદે ડેબ્યુ કરવા જઈ રહી છે.

Updated By: Apr 21, 2018, 03:23 PM IST
VIDEO: પ્રિયાએ ફરી મારકણી અદાથી મારી આંખ, જોઈને હ્રદય ધબકારા ચૂકી જશે

નવી દિલ્હી: મલિયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. બહુ જલદી મલિયાલમ ફિલ્મ ઉરુ અદાર લવ (Oru Adaar Love)થી તે રૂપેરી પડદે ડેબ્યુ કરવા જઈ રહી છે. ફિલ્મ આ વર્ષે ઈદ પર રિલીઝ થવાની છે. જો કે હજુ તો ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તે ખુબ પોપ્યુલર બની ગઈ છે. પ્રિયા માટે લોકો એટલી દીવાનગી ધરાવે છે કે તેના વીડિયો ઈન્ટરનેટ પર આવે કે તરત વાઈરલ થઈ જાય છે. પ્રિયાનો એક નવો વીડિયો હાલ વાઈરલ થયો છે. જેમાં તે મેકઅપ કરાવતી જોવા મળી રહી છે.

'વાઈરલ ગર્લ' પ્રિયાનો આ VIDEO જોયો? હસતાં હસતાં બેવડા વળી જશો!

વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તેનો અંદાજ પહેલા કરતા ઘણો અલગ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં શરૂઆતમાં તે પોતાની આંખો સાથે રમતી જોવા મળે છે અને ત્યારબાદ બીજી જ પળે મેકઅપ કરતી જોવા મળી રહી છે. અત્રે જણાવવાનું કે પ્રિયા પહેલીવાર એક ચોકલેટ બ્રાન્ડની એડમાં જોવા મળી હતી. લોકો વચ્ચે વાઈરલ ગર્લના નામથી પ્રખ્યાત પ્રિયા આ વીડિયોમાં પણ આંખો સાથે રમી રહી હતી.

 પ્રિયાનો વધુ એક મારકણી અદાવાળો VIDEO થયો વાઈરલ, તમે જોયો કે નહીં?

મીડિયા રિપોર્ટ્સ મુજબ પ્રિયાએ પોતાના વીડિયો દ્વારા ઈન્સ્ટાગ્રામથી કમાણી કરવામાં અનેક સેલેબ્રિટીઓને પાછળ છોડી દીધા છે. હકીકતમાં પ્રિયા પ્રકાશનો અનેક વીડિયો વાઈરલ થયા બાદ ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા 50 લાખથી પણ વધુ થઈ ગઈ છે. આટલી મોટી સંખ્યામાં ફોલોઅર્સ હોવાના કારણે પ્રિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અનેક મોટી બ્રાન્ડનું પ્રમોશન શરૂ કરી દીધુ છે. ઈન્ડિયા ટીવીના એક રિપોર્ટ મુજબ પ્રિયા પ્રકાશ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટના 8 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

આ ઉપરાંત અનેક મોટી બ્રાન્ડ પ્રિયા પ્રકાશ પાસે જાહેરાતના પ્રસ્તાવ લઈને પણ જાય છે. અહેવાલો મુજબ પ્રિયા સોશિયલ મીડિયાના માધ્યમથી કમાણી કરવામાં અનેક સેલેબ્રિટીઓને પાછળ છોડી ચૂકી છે. ગૂગલમાં પણ તે સર્ચમાં સની અને દીપિકાને પછાડી ચૂકી છે. એક જ દિવસમાં તેણે 6 લાખથી વધુ ફોલોઅર્સ મેળવ્યાં હતાં. હાલ તેના ફોલોઅર્સની સંખ્યા 51 લાખ સુધી પહોંચી ગઈ છે.

પ્રિયાએ ફોલોઅર્સના મામલે અમેરિકન રિયાલિટી સ્ટાર કાયલી જેનર અને ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની બરાબરી કરી છે. આ બે સેલેબ્રિટી એક જ દિવસમાં 6 લાખથી વધુ ફેન્સ બનાવવામાં સફળ રહ્યાં હતાં. વીડિયો વાઈરલ થયા બાદ પ્રિયાને અનેક મોટી ફિલ્મોની ઓફરો આવી હતી. પરંતુ તેણે સ્વીકારી નહતી.

અત્રે જણાવવાનું કે પ્રિયા પ્રકાશ મલયાલમ ફિલ્મ 'ઉરુ અદાર લવ (Oru Adaar Love)'ના વીડિયોમાં પહેલવહેલી જોવા મળી હતી. જેમાં તેણે આંખ મારવાના એક્સપ્રેશન સહિતની જે અદાઓ કરી હતી તેના કારણે વીડિયો ખુબ વાઈરલ થયો હતો અને ત્યારબાદ ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી.