દિવાળી પર ઘટી આવી ઘટના! માંડ માંડ બચી એક્ટ્રેસ નિયા શર્મા, જુઓ Pics...

દિવાળીની પાર્ટી દરમિયાન અભિનેત્રી નિયા શર્મા એક મોટી દૂર્ઘટનાનો ભોગ બનતા માંડ માંડ બચી ગઇ હતી. આ ઘટનાની જાણકારી પોતે નિયાએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીના માધ્યમથી આપી હતી

દિવાળી પર ઘટી આવી ઘટના! માંડ માંડ બચી એક્ટ્રેસ નિયા શર્મા, જુઓ Pics...

નવી દિલ્હી: દિવાળીની પાર્ટી દરમિયાન અભિનેત્રી નિયા શર્મા એક મોટી દૂર્ઘટનાનો ભોગ બનતા માંડ માંડ બચી ગઇ હતી. આ ઘટનાની જાણકારી પોતે નિયાએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીના માધ્યમથી આપી હતી. તેણે જણાવ્યું હતું કે, પાર્ટીમાં પાસે રાખેલા દીવાના કારણે તેના લંહેગામાં આગ લાગી હતી. તેના પોશાકમાં ઘણા સ્તરો હતા, જેના કારણે તેને કોઈ ઈજા થઈ નથી અને તે સુરક્ષિત છે.

તેણે ઇન્સ્ટાસ્ટોરી પર બળેલા લંહેગાની એક તસવીર પોસ્ટ કરી અને કહ્યું કે, તે અત્યારે આ વાતને લઇને અચોક્કસતા છે કે તે કેવી રીતે ઈજાગ્રસ્ત થવાથી બચી ગઇ.

અભિનેત્રીએ લખ્યું, ધ પાવર ઓફ દિયા. કાઉટ ફાયર ઇન સેકેન્ડ!માં તેના પોશાકમાં ઘણા સ્તરો હવાના કારણે તે બચી ગઇ કે પછી તેને કોઇએ મારી રક્ષા કરી અને મને બચાવી લીધી.

જો કે, આ ઘટના સર્જાઇ હોવા છતા નિયાએ પાર્ટીમાં ઘણી મસ્તી કરી. સિંગર ગુરૂ રંધાવાની સાથે તેણે ડાન્સ કરતી જોવા મળી હતી. અન્ય લોકોની સાથે પાર્ટીમાં કપિલ શર્મા અને મીકા સિંહ જોવા મળ્યો હતો.

A post shared by ɴɪᴀ sʜᴀʀᴍᴀ, ᴍʏ ʟɪғᴇ 💃❤ (@nias_planetx) on

નિયા શર્મા એકતા કપૂરની સિરીયલ નાગિનની ચોછી સીઝનમાં જોવા મળશે. (ઇનપુટ આઇએએનએસથી પણ)

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news