'સ્વૈગ સે સ્વાગત' પરનો આ ડાન્સ જોઈને કેટરિનાને ભુલી જશો એની ગેરંટી

નોરા ફતેહી 'બિગ બોસ'ની એક્સ સ્પર્ધક રહી ચૂકી છે અને તે સલમાનની બહુ મોટી ફેન પણ છે

'સ્વૈગ સે સ્વાગત' પરનો આ ડાન્સ જોઈને કેટરિનાને ભુલી જશો એની ગેરંટી

નવી દિલ્હી : બોલિવૂડના 'દબંગ' સલમાન ખાનની ફિલ્મ 'ટાઇગર ઝિંદા હૈ' ગયા મહિને 22 ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થઈ છે. ફિલ્મ રિલીઝ થથા પહેલાં એક ગીત 'સ્વૈગ સે સ્વાગત' લોકો વચ્ચે બહુ લોકપ્રિય થઈ ગયું છે. આ ગીતમાં સલમાન સાથે કેટરિના જબરદ્સ્ત ડાન્સ કરતી નજરે પડે છે. યુવાનોમાં આ ગીતનો જબરદસ્ત ક્રેઝ છે અને તેઓ પોતાના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યા છે. 

વાઇરલ થઈ રહ્યો છે નોરાનો ડાન્સ
'સ્વૈગ સે સ્વાગત' એટલું લોકપ્રિય થઈ ગયું છે કે એનું અરેબિક વર્ઝન પણ કાઢવામાં આવ્યું છે. આ અરેબિક વર્ઝનમાં મોડલ-એક્ટ્રેસ નોરા ફતેહીએ ડાન્સ કર્યો છે. આનો વીડિયો ઇન્ટરનેટ પર બહુ ઝડપથી વાઇરલ થયો છે. નોરા ફતેહી 'બિગ બોસ'ની એક્સ સ્પર્ધક રહી ચૂકી છે. નોરા હાલમાં સલમાન ખાનની બહુ મોટી ચાહક છે. નોરાએ 'સ્વૈગ સે સ્વાગત' પર જબરદસ્ત ડાન્સ કર્યો છે. 

17 લાખથી વધારે જોવાયો વીડિયો 
આ વીડિયોને નોરાએ પોતાની યુટ્યૂબ ચેનલ Nora Fatehiએ અપલોડ કર્યા છે. આ વીડિયોને 2 જાન્યુઆરીએ અપલોડ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ વીડિયોને 1,791,942 વાર જોવામાં આવ્યો છે અને એના પર પ્રતિક્રિયા મળી રહી છે. નોંધનીય છે કે સલમાન અને કેટરિના બંને છેલ્લે 'એક થા ટાઇગર'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ મામલે દર્શકો તેમજ ચાહકો વચ્ચે ઉત્સાહ જળવાઈ રહ્યો છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news