October 2025 OTT Release: આ સપ્તાહમાં OTT પર થશે ધમાકો, ઘર બેઠા જોઈ શકશો વોર 2, કુરુક્ષેત્ર સહિતની ફિલ્મો અને વેબ સીરીઝ

October 2025 OTT Release: આ સપ્તાહમાં ઓટીટી પ્લેટફોર્મ્સ પર નવી ફિલ્મો અને વેબ સીરીઝનો ધમાકો થવાનો છે. દર્શકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ફિલ્મો અને વેબ સીરીઝ રિલીઝ થવા જઈ રહી છે. તો ફટાફટ જોઈ લો તમારી ફેવરીટ ફિલ્મ ક્યાં જોવા મળશે.
 

October 2025 OTT Release: આ સપ્તાહમાં OTT પર થશે ધમાકો, ઘર બેઠા જોઈ શકશો વોર 2, કુરુક્ષેત્ર સહિતની ફિલ્મો અને વેબ સીરીઝ

October 2025 OTT Release: ઓટીટી પ્લેટફોર્મ એ હાલના સમયમાં મનોરંજનની રીત બદલી દીધી છે. કોઈપણ નવી ફિલ્મ રિલીઝ થાય કે લોકો રાહ જોતા હોય કે તે ફિલ્મ ઓટીટી પર ક્યારે રિલીઝ થશે. સાથે જ વેબ સિરીઝનો ક્રેઝ પણ એટલો વધી ગયો છે કે લોકો નવી નવી વેબ સિરીઝ જોવા માટે શોધતા હોય છે. ઓટીટી પ્લેટફોર્મના કારણે મનોરંજન માટે તેનામાં ઘર સુધી જવું ફરજિયાત રહ્યું નથી. ઘર બેઠા મોબાઇલ કે ટીવીમાં મનપસંદ કન્ટેન્ટ જોવાનો આનંદ લઈ શકાય છે. 

Add Zee News as a Preferred Source

ઓટીટી પ્લેટફોર્મના ચાહકો માટે ઓક્ટોબર મહિનો ખાસ રહેવાનો છે. કારણ કે ઓક્ટોબર મહિનાના આ સપ્તાહમાં ઓટીટી પ્લેટફોર્મ્સ પર ધમાકેદાર સીરીઝ અને નવી નવી ફિલ્મો રિલીઝ થવાની છે. આ સપ્તાહમાં એક્શન રોમેન્ટિક ડ્રામા અને ડોક્યુમેન્ટરી બધું જ ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળશે. તો ચાલો તમે પણ જોઈ લો આ વખતે ઓટીટી પર કઈ ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થવાની છે. 

વોર 2 

જબરદસ્ત એક્શન ફિલ્મ વોર 2 સિનેમા ઘરોમાં 14 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મની ઓટીટી રીલીઝ માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. રિતિક રોશન અને જુનિયર એનટીઆરની જોડીની આ એક્શન ફિલ્મ ઘરે બેઠા જોઈ શકાશે. 9 ઓક્ટોબરથી આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની છે. 

વિક્ટોરિયા બેખમ

ફેશનની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવનાર વિક્ટોરિયા બેખમની ડોક્યુમેન્ટરી પણ 9 ઓક્ટોબરથી નેટફ્લિક્સ પર જોવા મળશે. જેમાં તેના જીવનના સંઘર્ષની રસપ્રદ સ્ટોરી દેખાડવામાં આવી છે. 

ધ વુમન ઇન કેબીન 10 

સિમોન સ્ટોનની ફિલ્મ ધ વુમન ઇન કેબીન 10 પણ 10 ઓક્ટોબરથી પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. જેમાં કેઈરા નાઈટલી, ગાય પીયર્સ અને આર્ટ મલિક જેવા પ્રખ્યાત કલાકારો જોવા મળશે. આ એક રહસ્યમય સ્ટોરી છે જે દર્શકોને છેલ્લે સુધી બાંધી રાખે છે. 10 ઓક્ટોબરથી પ્રાઇમ વિડીયો પર ડોક્યુમેન્ટરી જોન કેન્ડી, આઈ લાઈક મી પણ સ્ટ્રીમ થશે. આ ડોક્યુમેન્ટરી અમેરિકી એક્ટર જોન કેન્ડીને સમર્પિત છે. 

કુરુક્ષેત્ર ધ ગ્રેટ વોર ઓફ મહાભારત

જો તમે માઈથોલોજી અને ઐતિહાસિક સ્ટોરીઓ જોવાના શોખીન છો તો કુરુક્ષેત્ર ધ ગ્રેટ વોર ઓફ મહાભારત તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. આ એક એનિમેટેડ સીરીઝ છે જે મહાભારતના કુરુક્ષેત્ર યુદ્ધ પર આધારિત છે. તેને નવા અને આધુનિક અંદાજમાં રજૂ કરવામાં આવ્યું છે. આ સિરીઝ 10 ઓક્ટોબરથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે. 

સર્ચ ધ નેના મર્ડર કેસ

ક્રાઈમ થ્રીલર જોવાના શોખીનો માટે સર્ચ ધ નેના મર્ડર કેસ વેબ સિરીઝ આવી રહી છે જે jio hotstar પર 10 ઓક્ટોબર થી ઉપલબ્ધ હશે. આ સિરીઝમાં કોંકણા સેન શર્મા એસીપીના પાત્રમાં જોવા મળશે જે એક મુશ્કેલ મર્ડર કેસ સોલ્વ કરવા મહેનત કરે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news